બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / અક્ષય તૃતીયા પર સોનું-ચાંદી ખરીદવાનું વિચારો છો તો પહેલા જાણો શુભ સમય

ધર્મ / અક્ષય તૃતીયા પર સોનું-ચાંદી ખરીદવાનું વિચારો છો તો પહેલા જાણો શુભ સમય

Last Updated: 08:06 AM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Akshaya Tritiya 2024: અખાત્રીજના દિવસે સોનુ ખરીદવું શુભ માનવામાં આવે છે. તેના ઉપરાંત ચાંદી, શંખ, માટીનો ઘડો, કોડી વગેરે ખરીદવું ખૂબ જ લાભ આપે છે. જાણો શોપિંગનું શુભ મુહૂર્ત.

અખાત્રીજનો પર્વ આજે 10 મે શુક્રવારે ઉજવવામાં આવશે. અખાત્રીજનો દિવસ સોનું-ચાંદી સહિત અમુક અન્ય વસ્તુઓ ખરીદવા માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે કરેલી ખરીદી લાંબા સમય સુધી લાભા આપે છે. ત્યાં જ અખાત્રીજના દિવસે કરવામાં આવેલી પૂજા-પાઠ, દાન અક્ષય ફળ આપે છે. માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી ધનની પ્રાપ્તિ થાય છે. આ વખત અખાત્રીજના દિવસે રાહુ કાળ પણ રહેશે. સાથે જ ઘણા શુભ યોગ પણ બની રહ્યા છે. એવામાં ખરીદી ક્યારે કરવી અને ક્યારે નહીં તે જાણી લેવું જરૂરી છે.

pooja-12jpg

શુભ મુહૂર્તમાં જ કરો ખરીદી

આમ તો અખાત્રીજનો આખો દિવસ શુભ કાર્યો માટે છે પરંતુ આ દિવસે જો ભદ્રા કે રાહુ કાળ હોય તો આવા અશુભ મુહૂર્તમાં ખરીદી કે કોઈ અશુભ કાર્ય ન કરવા જોઈએ. નહીં તો શુભ કાર્ય પણ અશુભ ફળ આપે છે. આ વર્ષે અખાત્રીજ પર એક એવો જ અશુભ સમય રાહુ કાળનો રહેશે. જેમાં ખરીદી કરવાથી બચવું જોઈએ.

સવારે 10 વાગ્યાથી રાહુ કાળ

આજે 10 મે અખાત્રીજે સવારે 10.40 મિનિથી બપોરે 12.17 મિનિટ સુધી રાહુ કાળ રહેશે. રાહુ કાળ વખતે ગૃહ પ્રવેશ, નવા વેપારની શરૂઆત જેવા કાર્ય ન કરવા અને સાથે જ સોનું-ચાંદી, ગાડી, કપડા વગેરે ન ખરીદવું. રાહુકાળ ખતમ થયા બાદ જ ખરીદી કરવી શુભ રહેશે.

GOLD-SILVER-PRICE_0_0

વધુ વાંચો: અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ન કરો આ કામ, દેવી લક્ષ્મી થઈ શકે છે ગુસ્સે

અખાત્રીજ પર ખરીદીના શુભ મુહૂર્ત

  • અખાત્રીજ પર શોપિંગ કરવા માટે 4 શુભ મુહૂર્ત છે. આ શુભ મુહૂર્તોમાં ખરીદી કરવી ખૂબ જ શુભ ફળ આપશે.
  • અખાત્રીજ પર ખરીદીનું પહેલું શુભ મુહૂર્ત- સવારે 5.33 વાગ્યાથી સવારે 10.37 વાગ્યા સુધી.
  • બીજુ મુહૂર્ત- બપોરે 12.18 વાગ્યાથી બપોરે 1.59 વાગ્યા સુધી.
  • ત્રીજુ મુહૂર્ત- સાંજે 5.21 વાગ્યાથી સાંજે 7.02 વાગ્યા સુધી.
  • ચોથુ મુહૂર્ત- રાત્રે 9.40 વાગ્યાથી રાત્રે 10.59 વાગ્યા સુધી રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ