બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / ‘હું ફેનિલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને પણ મારી નાખીશ’ ઈન્સ્ટાગ્રામમાં દોસ્તી બાદ સનકી યુવકની ધમકી

સુરત / ‘હું ફેનિલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને પણ મારી નાખીશ’ ઈન્સ્ટાગ્રામમાં દોસ્તી બાદ સનકી યુવકની ધમકી

Last Updated: 07:55 PM, 20 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતની રત્નકલાકારની 22 વર્ષની પુત્રીને ઈન્સ્ટાગ્રામ થકી યુવક સાથે મિત્રતા થઈ હતી. જે બાદ યુવકે યુવતીને કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરવાની ધમકી આપી કે, 'હું ફેનિલનો ભાઈ જ છું'

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રત્નકલાકારની 22 વર્ષની પુત્રીને ઈન્સ્ટાગ્રામ થકી યુવક સાથે મિત્રતા થઈ હતી. જે બાદ યુવકે યુવતીને કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરવા જણાવ્યું હતું. જેથી યુવતીએ ઈન્કાર કરતા ફોટા વાઇરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો ‘હું ફેનિલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને પણ મારી નાંખીશ’ તેવી ધમકી આપી હતી.

aaropi 12 12 1

ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરવી ભારે પડી

ધમકીના કારણે ડરેલી યુવતીએ પોતાની સહી કોર્ટ મેરેજના ફોર્મ પર કરી દીધી હતી. યુવકે લગ્નના ફોર્મ પર યુવતની જબરદસ્તી સહી કરાવી તેના ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જેમાં પોલીસે યુવતીને ગ્રીષ્માની જેમ મારવાની ધમકી આપનાર યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વાંચવા જેવું: દાહોદમાં પીકચર વાળી, 20 લોકોએ વરરાજાની ગાડી આંતરી દુલ્હનને ઉઠાવી, 4ની ધરપકડ

પોલીસે જતીન નામના આરોપીની ધરપકડ કરી

જોકે આરોપીના ભાઈ એ વાત સાવ ખોટી હોવાનો આક્ષેપ કર્યો હતો અને વીડિયો પ્રુફ બતાવીને કહ્યું હતું કે યુવતીએ પોતાની રાજી ખુશીથી લગ્ન કર્યા છે તેવું બોલતી જોવા મળે છે. યુવતીના પરિવારે દબાણ કરતા યુવતીએ ફરિયાદ ખોટી કરી હોવાનો આક્ષેપ આરોપીના ભાઈ દ્વારા કરવામાં આવ્યા છે જોકે યુવતી અને યુવક એકજ ગામના હોવાનું પણ આરોપીના ભાઈએ જણાવ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Surat Crime News Surat News Crime News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ