બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વેબ સીરિઝ જેવું રિયલ, RO રિપેર કરવા આવેલા મિકેનીકે રસોડામાં રુપાળી માલકણ સાથે કર્યું ખૌફનાક

બેંગ્લુરુ / વેબ સીરિઝ જેવું રિયલ, RO રિપેર કરવા આવેલા મિકેનીકે રસોડામાં રુપાળી માલકણ સાથે કર્યું ખૌફનાક

Last Updated: 11:18 AM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RO રિપેર કરવા આવેલા એક કારીગરે ઘરમાં મહિલાની છેડતી કરીને તેની પર રેપ કરવાનો પ્રયાસ કર્યો હ

ઘેર જ્યારે કોઈ વસ્તુ ઠીક કરવા કારીગરને બોલાવો ત્યારે એલર્ટ રહેવાની જરુર છે. કર્ણાટકના બેંગ્લુરુમાં આરઓ રિપેર કરવા આવેલા એક કારીગરે ઘરમાં મહિલા માટે નર્ક જેવો માહોલ બનાવી મૂક્યો હતો, એ તો સારુ કે મહિલાએ બહાદુરથી કામ લઈને રસોડમાં પૂરાઈ ગઈ હતી નહીંતર તેની સાથે ભયાનક દરિંદગી થઈ જાત.

30 વર્ષીય મિહીકા સાથે રસોડામાં નર્ક જેવો અનુભવ

બેંગ્લુરુની 30 વર્ષીય મિહીકા નામની સોફટવેર મહિલા એન્જિનિયરે પોતાની સાથે થયેલા નર્ક જેવા અનુભવ વર્ણવ્યો છે. આરઓ રિપેરીંગ કરવા આવેલા ટેકનીશિયને પોતાની સાથે શું કર્યું? તેની વિગતો આપતાં મિહીકાએ કહ્યું કે સાંજના 5 વાગ્યા હતા, દરવાજા પર દસ્તક પડતાં મેં ખોલ્યો તો સામે એક અજાણ્યો શખ્સ ઊભો હતો. પૂછતાં તેણે કહ્યું કે તે ટેકનિશિયન છે અને વોટર પ્યુરિફાયર રિપેર કરવા આવ્યો છે. મેં તેને જ્યાં વોટર પ્યુરીફાયર લગાવેલું હતું તે જગ્યા બતાવી અને થોડા ડગલાં દૂર ઉભો રહીને જોવા લાગી ત્યાર બાદ તેણે મારી પાસે મેઈન સ્વીચ બંધ કરાવી અને હું રસોડમાં કામમાં લાગી. થોડા સમય બાદ મારી પાછળ તે ટેકનીશિયન આવીને ઊભો હતો. તે મારા શરીરને ખોટી રીતે સ્પર્શવા લાગ્યો, અને હાથ ફેરવવા લાગ્યો, તેના ઈરાદાની મને ખબર પડી ગઈ હતી. તે મારો રેપ કરવા માગતો હતો. મેં તેની આંખમાં દરિંદગી જોઈ લીધી હતી. તે મારી સામે આવવા લાગ્યો હતો અને બરાબર આ સમયે મેં હિંમત ભેગી કરીને તેને જોરથી ધક્કો મારતા તે કિચન બહાર પડી ગયો હતો અને પછી મેં રસોડાના દરવાજો બંધ કરી દીધો હતો અને અંદર પુરાઈ ગઈ હતી.

ફોન કરીને સહેલીને બોલાવી

ત્યાર બાદ મિહિકાએ રસોડામાં પડેલા ફોનથી તેની સહેલીને બોલાવી, તો ટેકનીશિયને તેની પર પણ હુમલો કર્યો હતો. મિહિકાની સહેલી જોઈને પેલાને નવાઈ લાગી અને તેણે તેના પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ, મિહિકાની સહેલી એલર્ટ હતી અને આ પછી તેણે લાકડી ઉપાડીને તેની પર વાર કરતાં ઘાયલ થયો હતો, પોતે ફસાઈ ગયો છે જાણીને તે ઘાયલ અવસ્થામાં પણ ભાગી નીકળ્યો હતો.

વધુ વાંચો : છેડતીનો આરોપ બાદ બંગાળના રાજ્યપાલે બતાવ્યા CCTV ફૂટેજ, તો મહિલાએ આપી આત્મહત્યા કરવાની ધમકી

ત્રણ દિવસ બાદ આરોપી ઝડપાયો

આ પછી મિહીકાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાની સાથે જ પોલીસે કંપનીમાંથી આરોપીની વિગતો લીધી અને તેના નંબર પર ફોન કર્યો, પરંતુ તેણે જવાબ આપ્યો નહીં. બીજા દિવસે, પોલીસે તેના પરિવારના સભ્યોને શોધી કાઢ્યા, જેમણે જાણ કરી કે તે ડ્યુટી પછી ઘરે પાછો આવ્યો ન હતો. તેણે પોલીસને ગુમ થયાની ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું. પોલીસે તેમને કહ્યું કે તે એક મહિલાનું યૌન શોષણ કર્યા બાદ ફરાર થઈ ગયો હતો અને તેથી ગુમ થવાની ફરિયાદ નોંધાવી શકાઈ નથી. બુધવારે પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો હતો. તેમની સામે IPC કલમ 354A (યૌન ઉત્પીડન) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ