બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / હથેળીમાં આ રેખા હશે તો નાની ઉંમરમાં જ પ્રાપ્ત થઈ જશે દુનિયાના તમામ વૈભવ

જ્યોતિષ / હથેળીમાં આ રેખા હશે તો નાની ઉંમરમાં જ પ્રાપ્ત થઈ જશે દુનિયાના તમામ વૈભવ

Last Updated: 08:36 AM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો તમારા હાથમાં શનિ રેખા હોય તો તમે નાની ઉંમરમાં જ દરેક વૈભવ મેળવી લો છો. તેનાથી જાતકનું જીવન રાજકુમારની જેમ પસાર થાય છે.

જ્યોતિષ, કુંડળી આધારે અને હાથની રેખાઓ આધારે પણ જોવામાં આવે છે. શનિનું મહત્ત્વ જેમ કુંડળીના જ્યોતિષમાં હોય છે તેમ હસ્ત રેખા આધારિત જ્યોતિષમાં હોય છે. જો હાથની રેખામાં શનિ શુભ સ્થિતિમાં હોય તો જાતકનું જીવન સુખ અને સમૃદ્ધિ વચ્ચે પસાર થાય છે. હથેળીમાં શનિની રેખા હોય તો તે વ્યક્તિ 40ની ઉંમર સુધી જીવનની દરેક સુવિધા મેળવી લે છે.

શનિની રેખા પ્રબળ હોય તો તે વ્યક્તિ નાની ઉંમરમાં જ સફળતા પ્રાપ્ત કરી લે છે. આવો જાણીએ કે શનિની રેખા હાથમાં ક્યાં હોય છે અને તેનાથી શું લાભ થાય છે.

palmistry 2

ક્યાં હોય છે શનિની રેખા

શનિની રેખાને ભાગ્યની રેખા પણ કેહવાય છે. આ રેખા હાથના મધ્ય ભાગમાંથી શરૂ થઈને શનિ પર્વત સુધી જતી રેખાને શનિ રેખા કેહવાય છે. શનિ પર્વત હથેળીમાં મધ્ય આંગળીની નીચે હોય છે. હાથમાં ઘાટ્ટી, સ્પષ્ટ શનિ રેખા હોવી તે શુભ માનવામાં આવે છે.

વધુ વાંચો: અક્ષય તૃતીયા પર સોનું-ચાંદી ખરીદવાનું વિચારો છો તો પહેલા જાણો શુભ સમય

શનિની રેખાથી ખુલી જાય છે નસીબના દ્વાર

  • જે લોકોના હાથમાં શનિ રેખા હોય તેમને દુનિયાના તમામ સુખ સુવિધા મળે છે. ઓછી મહેનતે પણ આ લોકોને વધુ સફળતા મળે છે.
  • હથેળીમાં શનિ રેખા હોય તો સરકારી નોકરી મળી શકે છે. જેમાં ઉચ્ચ અધિકારી પણ બની શકે છે.
  • જેના હાથમાં શનિની રેખા હોય છે તે 35 વર્ષની ઉંમરમાં જ જીવનના તમામ વૈભવ મેળવી લે છે.
  • આ લોકો પર શનિ દેવની કૃપા હંમેશા બની રહે છે.
  • જેના હાથમાં શનિ રેખા હોય તેમની લવ લાઇફ પણ સફળ રહે છે. તેમને સાચો પ્રેમ મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. VTV ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ