બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવે લસણ ફોલતા કંટાળો નહીં આવે, આ રહીં ફટાફટ લસણ ફોલવાની રીત

કામની વાત / હવે લસણ ફોલતા કંટાળો નહીં આવે, આ રહીં ફટાફટ લસણ ફોલવાની રીત

Last Updated: 09:30 AM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાવાનું બનાવતી વખતે અમુકવાર લસણ ફોલવું કંટાળાજનક લાગે છે જેથી આજે અમે તમને એવી ટ્રિક વિશે જણાવીશું જેનાથી ફટાફટ લસણ ફોલાઇ જશે.

લસણનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં થાય છે. તેનાથી વાનગી સ્વાદિષ્ટ બને છે. પરંતુ કેટલીકવાર ખાવાનું બનાવતી વખતે લસણ ફોલવું કંટાળાજનક લાગે છે. કેમ કે તે કામ જલ્દી જલ્દી પુરુ નથી થતું સાથે નખના ભાગે બળે પણ છે. પરંતુ આજે અમે તમને એવી ટ્રિક વિશે જણાવીશું જેનાથી તમને હાથમાં બળશે પણ નહીં અને જલ્દી લસણ પણ ફોલાઈ જશે.

લસણને ફટાફટ ફોલવા માટે આ છે કામની ટિપ્સ

  • સૌ પહેલા તો તમારે જેટલું લસણ ફોલવું છે તેને એક કઢાઈમાં લો. હવે ગેસ ચાલુ કરીને આ લસણને થોડું શેકી લો.
  • હવે તે થોડું શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી લો અને તેને ઠંડું થવા દો. તે ઠંડુ થશે ત્યારે તેના છોતરા સરળતાથી ઉતારી શકાશે.
  • આ સિવાય તમે લસણને 10 મિનિટ માટે પાણીમાં પલાળીને પણ રાખી શકો છો. આ પછી તેના છોતરા ફટાફટ ઉતરી જશે.
  • લસણના છોતરા હટાવવા માટે કોઈ વાસણમાં 5-10 મિનિટ માટે તેને ઢાંકીને રાખો અને પછી આ વાસણને જોર જોરથી હલાવો. લસણ ઝડપથી ફોલાઈ જશે.

વધુ વાંચોઃ ફંગલ ઇન્ફેક્શનમાં અજમાવો આ ઘરેલુ નુસખા, જડમુળથી ખતમ થશે સમસ્યા

  • લસણને ક્રશ કરીને પણ સરળતાથી ફોલી શકાય છે. તેના માટે તમે વેલણની મદદ લઈ શકો છો. વેલણની મદદથી લસણને થોડું દબાવી લો અને પછી તેને ફોલવાની કોશિશ કરો. તમારું કામ ઝડપથી થઈ જશે.
  • લસણને ગરમ કરીને તેને ફોલવામાં સરળતા રહે છે. આ માટે તમે માઈક્રોવેવની મદદ પણ લઈ શકો છો. માઈક્રોવેવમાં 30 સેકંડ માટે તેને રાખ્યા બાદ તેને ફોલી લો. તમારું કામ સરળ બની જશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ