બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / ફંગલ ઇન્ફેક્શનમાં અજમાવો આ ઘરેલુ નુસખા, જડમુળથી ખતમ થશે સમસ્યા

લાઈફસ્ટાઈલ / ફંગલ ઇન્ફેક્શનમાં અજમાવો આ ઘરેલુ નુસખા, જડમુળથી ખતમ થશે સમસ્યા

Last Updated: 08:27 AM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફંગલ ઇન્ફેક્શન એક એવી સમસ્યા છે જે લોકોને ઉનાળામાં થવાની શક્યતા વધુ રહે છે. તેનાથી ત્વચાને ખરાબ રીતે નુકશાન પહોંચે છે.

ફંગલ ઇન્ફેક્શન એક વ્યક્તિમાંથી બીજામાં ફેલાય છે. આ ઇન્ફેક્શન દરેક ઉંમરના વ્યક્તિને થાય છે. ઉનાળાની ઋતુમાં તેનો ખતરો વધી જાય છે. કેમ કે પરસેવાના કારણે સંક્રમણ વધુ ફેલાય છે. અનેક પ્રકારના ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે. જે લોકો શરીરની સફાઈ નથી રાખતા, જેમની રોગ-પ્રતિકારક શક્તિ ઓછી છે તેમને આ ઇન્ફેક્શનનો ખતરો વધુ રહે છે. એવામાં તેનાથી બચવા નીચે જણાવેલ કેટલાક ઘરેલું ઉપચાર ખૂબ કામ આવે છે.

fungal-infection

દહીં - દહીંનું સેવન ફંગલ ઇન્ફેક્શનમાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. દહીંમાં રહેલ ગુડ બેક્ટેરિયા એટલે કે પ્રોબાયોટિક ફેક્ટર તમારા પેટના સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. સારા બેક્ટેરિયા રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

લીમડો - લીમડાના પત્તાને વાટીને તેની પેસ્ટ સંક્રમિત એરિયા પર લગાવવાથી ફંગલ ઇન્ફેક્શન મટી જાય છે. કેમ કે લીમડામાં અનેક ઇન્ફેક્શન અને એલર્જી મટાડવાના ગુણ હોય છે.

લસણ - લસણમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે. તેનાથી દરેક પ્રકારના ઇન્ફેક્શનથી લડવામાં મદદ મળે છે. તેનું દરરોજ સેવન કરવાથી ઇન્ફેક્શનનો ખતરો રહેતો નથી. ઇન્ફેક્શનવાળા એરિયા પર પણ લસણની પેસ્ટ લગાવી શકો છો.

tulsi-1.jpg

તુલસી - તુલસીમાં પણ એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણ હોય છે. જેનાથી ઇન્ફેક્શન તરત જ મટે છે. તુલસીના પત્તાને વાટીને પેસ્ટ બનાવી સંક્રમિત એરિયા પર લગાવવાથી આરામ મળે છે.

હળદર - હળદરમાં સામેલ એન્ટી સેપ્ટિક, એન્ટી બાયોટિક અને એન્ટીફંગલ ગુણ ફંગલ ઇન્ફેક્શનથી બચવામાં ઉપયોગી સાબિત થાય છે. હળદરવાળું દૂધ ઇન્ફેક્શનવાળી જગ્યાએ લેપની માફક લગાવી શકાય છે. તેનાથી તરત સમસ્યાથી રાહત મળે છે.

વધુ વાંચો: હળદરવાળું દૂધ પીવું કે પાણી ? બીમારી સામે લડવા સૌથી વધારે ફાયદાકારક શું ?

ટી ટ્રી ઓઇલ - આમાં સામેલ એન્ટીફંગલ ગુણ ફંગલ ઇન્ફેક્શનને રોકવામાં મદદ કરે છે. તેને નારિયેળના તેલમાં મિક્સ કરી લગાવી શકો છો.

Disclaimer: અહીં જણાવેલ નુસખા અને સલાહો કોઈ દવા અને ઇલાજનો વિકલ્પ નથી જેથી તેને અપનાવતા પહેલા ડૉક્ટર કે બીજા કોઈ એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ