બ્રેકિંગ ન્યુઝ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
VTV / સ્પોર્ટસ / 55 મેચ પુરી, પરંતુ કોઈ ટીમે પ્લેઓફમાં નથી કર્યું ક્વોલીફાઈ, જાણે કોની કોની પાસે છે હજુ પણ મોકો
Last Updated: 05:52 PM, 7 May 2024
IPL 2024ની લીગ સ્ટેજ પોતાના છેલ્લા તબક્કામાં પ્રવેશ કરી ચુકી છે. બધી ટીમ ઓછામાં ઓછી 10 મેચ રમી ચુકી છે અને એવામાં પ્લેઓફની રેસ ખૂબ જ રસપ્રદ બનતી જઈ રહી છે.
ADVERTISEMENT
સીઝનમાં 55 મેચ પુરી થઈ ચુકી છે અને લીગ સ્ટેજમાં ફક્ત 15 મેચ બાકી રહી છે. કલકત્તા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ બધા 16 પોઈન્ટની સાથે ક્રમશઃ પહેલા અને બીજા સ્થાન પર બીરાજમાન છે.
ત્યાં જ પોઈન્ટ્સ ટેબલમાં છેલ્લા નંબર પર બિરાજમાન ગુજરાત ટાઈટન્સના 8 પોઈન્ટ છે. આટલી મેચ પુરી થયા છતાં પ્લેઓફને લઈને કંઈ સ્પષ્ટ નથી થઈ શક્યું. આવો જાણીએ ક્યારે કઈ ટીમોની પાસે પ્લેઓફમાં જવાની તક છે.
ADVERTISEMENT
આ ટીમોની પાસે ક્વોલીફાઈ કરવાની વધારે સંભાવના
KKR હાલ 16 પોઈન્ટની સાથે પોઈન્ટ ટેબલ પર ટોપ પર છે અને બાકી 3 મેચોમાં એક જીત કલકત્તાને પ્લેઓફમાં પહોંચાડી દેશે. જો KKR બીજી ત્રણ મેચ હારી પણ જાય તો તે નેટ રન-રેટ હોવાના કારણે ટીમ ટોપ-4માં બની રહેશે. ત્યાં જ રાજસ્થાન રોયલ્સના સાથે પણ કંઈક આવી જ સ્થિતિ છે.
સંજૂ સેમસનની સેના બીજી 4 મેચોમાંથી એક મેચ જીતીને પ્લેઓફમાં જગ્યા બનાવી શકે છે. આ વચ્ચે CSK હાલ 12 પોઈન્ટ છે અને તેની 3 મેચ બાકી છે અને ચેન્નાઈ બધી મેચ જીતીને ટોપ-4માં જ્યા પાક્કી કરી લેશે. પરંતુ ચેન્નાઈ ફક્ત 1 મેચ જીતને પણ પ્લેઓફમાં જઈ શકે છે.
આવી સ્થિતિમાં આવવા પર ચેન્નાઈને બીજી ટીમો પર નિર્ભર રહેવું પડશે. ચેન્નાઈની જેમ SRHના પણ 12 પોઈન્ટ છે. પરંતુ ખરાબ નેટ રન-રેટના કારણે હૈદરાબાદને બાકી ત્રણ મેચ જીતવી પડશે.
આ ટીમો પણ ફસાયેલી
LSGના પણ હાલ 12 પોઈન્ટ છે અને તેની 3 મેચ બાકી છે. લખનૌઉને ક્વોલીફાઈ કરવા માટે પોતાની ત્રણ મેચ જીતવી પડશે. કારણ કે ટીમના નેટ રન-રેટ ખૂબ જ કમજોર છે. દિલ્હી કેપિટલ્સની 3 મેચ બાકી છે અને ત્રણેયમાં જીત નોંધાવવા પર તેમના 16 પોઈન્ટ જ થશે. આ ત્રણેય મેચ દિલ્હી માટે મહત્વપૂર્ણ છે અને એક મેચ હારવા પર પણ DC જો અને તોના ચક્કરમાં ફસાઈ શકે છે.
4 ટીમ બહાર થવાના આરે
4 ટીમો એવી પણ છે જે IPL 2024માં પ્લેઓફની રેસથી લગભગ બહાર થઈ ચુકી છે. RCB ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સના હાલ 8 પોઈન્ટ છે. જો બેંગ્લોર, ગુજરાત અને પંજાબ પોતાની બધી મેચ પણ જીતે તો પણ તેમને પ્લેઓફ માટે ક્વોલીફાઈ કરવા અન્ય ટીમો પર નિર્ભર રહેલું પડશે.
આ 3 ટીમ એક મેચ હારતા ટોપ-4ની રેસથી બહાર થઈ જશે. ત્યાં જ મુંબઈ ઈન્ડિયન્સની ફક્ત 2 મેચ બાકી છે અને ટીમ હજુ પણ જો અને તોના ચક્કરમાં છે. બન્ને મેચ જીતવા પર પણ મુંબઈને પ્લેઓફ માટે ક્વોલીફાઈ કરવું ખૂબ જ મુશ્કેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT