બ્રેકિંગ ન્યુઝ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
VTV / સ્પોર્ટસ / Cricket / MS Dhoni અને ઋતુરાજ ગાયકવાડ સહિત CSKના ખેલાડીઓએ સેલીબ્રેટ કર્યો 'બેટ ડોક્ટર'નો બર્થ ડે, જુઓ VIDEO
Last Updated: 05:13 PM, 7 May 2024
ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની અને ઋતુરાજ ગાયકવાડ સહિત બાકીના ખેલાડીઓએ ફેમસ 'બેટ ડોક્ટર'નો બર્થ ડે સેલીબ્રેટ કર્યો. હકીકતે ચેન્નાઈ સુપર કિંગ્સના સ્પોર્ટ સ્ટાફ સરવનને 'બેટ ડોક્ટર'ના નામથી ઓળખવામાં આવે છે.
ADVERTISEMENT
பிறந்தநாள் வாழ்த்துக்கள் சரவணா! 💛
— Chennai Super Kings (@ChennaiIPL) May 7, 2024
Celebrations in the house for the Bat Doctor’s birthday! 🙌🥳#WhistlePodu #Yellove 🦁💛@BritishEmpireOf pic.twitter.com/Ox1U0X1Pl5
IPL 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડી ડવેન કોનવેનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. તે વીડિયોમાં ડ્વેન કોનવે સરવનનને ચેન્નાઈ સુપર કિંગ્સના 'બેટ ડોક્ટર' કહેતા હતા. ત્યાં જ હવે ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીએ પોતાના 'બેટ ડોક્ટર'નો બર્થ ડે ધૂમધામથી સેલીબ્રેટ કર્યો છે.
ADVERTISEMENT
ચેન્નાઈ સુપર કિંગ્સે શેર કર્યો વીડિયો
ઋતુરાજ ગાયકવાડની કેપ્ટન્સી વાળી ચેન્નાઈ સુપર કિંગ્સ 10 મેએ ગુજરાત ટાઈટન્સના સામે રમશે. તેના પહેલા આ ટીમના ખેલાડીઓ અને સ્પોર્ટ સ્ટાફે ધમાકેદાર અંદાજમાં 'બેટ ડોક્ટર' નો બર્થ ડે સેલીબ્રેટ કર્યો.
ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી વીડિયો શેર કર્યો છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેના ઉપરાંત સોશિયલ મીડિયા યુઝર્સ સતત કમેન્ટ્સ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સના ફેંસનો વીડિયો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ્સ ટેબલમાં ક્યા?
ત્યાં જ ચેન્નાઈ સુપર કિંગ્સની 11 મેચોમાં 12 પોઈન્ટ્સ છે. ઋતુરાજ ગાયકવાડની કેપ્ટન્સી વાળી ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા નંબર પર છે. હવે આ ટીમની 3 મેચ બચી છે., આ ટીમને શુભમન ગિલની આગેવાની વાળી ગુજરાત ટાઈટન્સ ઉપરાંત રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેચ રમવાની છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT