બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / પંજાબ કિંગ્સ પ્લે ઓફની રેસમાંથી બહાર, કેપ્ટન સેમ કરન થયો નિરાશ, નવી સિઝનને લઈ કર્યું મોટું નિવદન

IPL 2024 / પંજાબ કિંગ્સ પ્લે ઓફની રેસમાંથી બહાર, કેપ્ટન સેમ કરન થયો નિરાશ, નવી સિઝનને લઈ કર્યું મોટું નિવદન

Last Updated: 10:29 AM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની મેચમાં પંજાબ કિંગ્સની ટીમને હારનો સામનો કરવો પડ્યો. જેના કારણે પંજાબની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

IPL 2024માં 58મી મેચમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચ રમાઈ હતી, જેમાં પંજાબને કારમી હારનો સામનો કરવો પડ્યો. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમે આ મેચ 60 રને જીતી લીધી. RCBની જીતમાં વિરાટ કોહલીએ શાનદાર ભૂમિકા ભજવી. ત્યારે આ જીત આરસીબીની પ્લેઓફ માટે આશા જીવંત છે, પરંતુ પંજાબ કિંગ્સની આ સિઝનમાં પ્લેઓફની આશા સંપૂર્ણપણે ખતમ થઈ ચૂકી છે અને હવે તેઓ ઇચ્છે તો પણ પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી શકશે નહીં. બંને ટીમો વચ્ચે રમાયેલી આ મહત્ત્વપૂર્ણ મેચ બાદ પંજાબ કિંગ્સના કેપ્ટન સેમ કરન ખૂબ જ નિરાશ જોવા મળ્યા. તેણે મેચ બાદ પોતાની ટીમના પ્રદર્શન વિશે પણ વાત કરી.

ગુરુવારે ધર્મશાલામાં રમાયેલી વરસાદથી પ્રભાવિત આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે હાર્યા બાદ પંજાબ કિંગ્સના કેપ્ટન સેમ કરને કહ્યું કે આ સિઝનમાં તેની ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. પંજાબ કિંગ્સે આ સિઝનમાં રમાયેલી 12 મેચોમાં માત્ર 4 મેચ જીતી છે અને તે IPL પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે, કારણ કે બાકીની બે મેચ જીતશે તો પણ તેઓ માત્ર 12 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે, જે ક્વોલિફિકેશન માટે ઓછા છે.

સેમ કરને શું કહ્યું

મેચ પછી કરને કહ્યું કે ટૂર્નામેન્ટ વિશે કહું તો આ ઘણી દિલ દુખાવનાર રહી, ઘણી સકારાત્મક બાબતો હતી. પરંતુ જો અમે એક મહત્ત્વની મેચમાં સારું પ્રદર્શન ન કરી શક્યા તો ખરાબ લાગી રહ્યું છે. કરને આગળ કહ્યું કે અમને ખબર હતી કે વિરાટ ક્રિઝ પર છે તો અમારે તેની વિકેટ લેવાની હતી. અમે સારું એડજસ્ટમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો પણ કરી શક્યા નહીં. આવતા વર્ષે સારી રીતે વાપસી કરવાનો પ્રયાસ કરીશું. જણાવી દઈએ કે આ સિઝનમાં પંજાબ કિંગ્સની કપ્તાની શિખર ધવનના હાથમાં હતી, પરંતુ ઈજાના કારણે ધવન આરામ પર છે. શિખર ધવન અંગે કરને કહ્યું કે શિખર ધવન થોડી મેચો બાદ વાપસી કરી શકતો હતો, પરંતુ આવું ન થઈ શક્યું. ધવનની ગેરહાજરીને કારણે ટીમે નુકસાનનો સામનો કરવો પડ્યો છે.

વધુ વાંચો: VIDEO : કોહલી સદી ચૂક્યો પણ બનાવ્યો આ મોટો રેકોર્ડ, ગુસ્સામાં બેટ પટકીને ચાલતો થયો

કેવી રહી મેચ?

ધર્મશાલામાં બંને ટીમો વચ્ચે રમાયેલી આ મેચમાં RCBની ટીમે પ્રથમ બેટિંગ કરીને કોહલીની 47 બોલમાં 92 રનની શાનદાર ઇનિંગના આધારે સાત વિકેટે 241 રન બનાવ્યા હતા. આ દરમિયાન પાટીદાર અને કેમરન ગ્રીને પણ પોતાની ટીમ માટે શાનદાર ઇનિંગ્સ રમી હતી અને વિરાટ કોહલીને એક છેડેથી સપોર્ટ કર્યો હતો. આ મેચમાં પાટીદારે 23 બોલમાં 55 રન અને ગ્રીને 27 બોલમાં 46 રન બનાવ્યા હતા. મેચના બીજા દાવમાં રન ચેઝ દરમિયાન પંજાબ કિંગ્સની ટીમ ખૂબ જ ઝડપી બેટિંગ કરી રહી હતી, પરંતુ એક છેડેથી તેની વિકેટો પડતી રહી. જ્યાં પંજાબ કિંગ્સ 17 ઓવરમાં 181 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ સાથે આરસીબીએ આ મેચ ખૂબ જ સરળતાથી જીતી લીધી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ