બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / બ્રાઝિલમાં ભારે વરસાદ બાદ પૂરે મચાવી તબાહી, 100થી વધારેના મોત અને હજારો લોકો ગુમ

VIDEO / બ્રાઝિલમાં ભારે વરસાદ બાદ પૂરે મચાવી તબાહી, 100થી વધારેના મોત અને હજારો લોકો ગુમ

Last Updated: 12:10 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રાઝિલના રિયો ગ્રાન્ડે દો સુલમાં 29 એપ્રિલથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના 414 શહેરો પર ભારે પૂર સંકટ આવી પડ્યું છે. પૂરગ્રસ્ત શહેરોમાં ફસાયેલા લોકો પાસે પીવા માટે પાણી પણ નથી. પૂરના કારણે 99800 મકાનો આંશિક અથવા સંપૂર્ણ નાશ પામ્યા છે.

બ્રાઝિલના રિયો ગ્રાન્ડે દો સુલ રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પૂરના પાણી ભરાઈ ગયા છે. પૂરના કારણે અત્યાર સુધીમાં 100 લોકોના મોત થયા છે. જયારે 14 લાખ લોકો અસરગ્રસ્ત છે. બે લાખ લોકોને પોતાનું ઘર છોડવાની ફરજ પડી છે. બ્રાઝિલની સિવિલ ડિફેન્સ એજન્સીએ આપેલી જાણકારી અનુસાર, પૂર અને ભારે વરસાદને કારણે 99,800 ઘર આંશિક અથવા સંપૂર્ણ રીતે નાશ પામ્યા છે.

પૂરથી 414 શહેરો પ્રભાવિત

રિયો ગ્રાન્ડે દો સુલમાં 29 એપ્રિલથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના 414 શહેરો પૂર સંકટમાં ફસાયા છે. લગભગ 130 લોકો લાપતા છે.

પૂરગ્રસ્ત શહેરોમાં ફસાયેલા લોકો પાસે પીવા માટે પાણી પણ નથી. જયારે ઘણી જગ્યાએ ટેલિફોન અને ઇન્ટરનેટ સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે.

વધુ વાંચો: ગેરકાયદે અમેરિકામાં ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ગુજરાતના 4 એજન્ટોના નામ ખૂલ્યા

15,000થી વધુ સુરક્ષાકર્મીઓ બચાવ કાર્યમાં લાગ્યા

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ વચન આપ્યું છે કે રહેવાસીઓની જરૂરિયાતો પૂરી કરવા માટે સંસાધનોની કોઈ અછત રહેશે નહીં. રાજ્યભરમાં ફસાયેલા લોકોને રાહત અને બચાવ સેવાઓ પૂરી પાડવા માટે લગભગ 15,000 સૈનિકો, અગ્નિશામકો, પોલીસ અને સ્વયંસેવકો કાર્યરત છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ