બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / 10 બેંક ખાતા.. એકથી વધુ ઈમેલ, તારક મહેતાના 'સોઢી'ને લઈ પોલીસે કર્યો સનસનીખેજ ખુલાસો

ટેલિવિઝન / 10 બેંક ખાતા.. એકથી વધુ ઈમેલ, તારક મહેતાના 'સોઢી'ને લઈ પોલીસે કર્યો સનસનીખેજ ખુલાસો

Last Updated: 09:13 AM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તારક મહેતા એક્ટર ગુરચરણ સિંહ 22 એપ્રિલથી ગુમ છે. હજુ સુધી તેમનો કોઈ પત્તો મળ્યો નથી. પોલીસ સતત તપાસ કરી રહી છે. હવે આ મામલે દિલ્હી પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. ગુરચરણ સિંહ 22 એપ્રિલથી લાપતા છે. તેના ગુમ થવાનું રહસ્ય વધુને વધુ જટિલ બની રહ્યું છે. હવે આ મામલામાં દિલ્હી પોલીસે એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુચરણ સિંહ 10 થી વધુ બેંક એકાઉન્ટ્સ ઓપરેટ કરી રહ્યા હતા. ત્યારે કેસની પ્રારંભિક તપાસમાં એ વાત સામે આવી હતી કે તેનો ધર્મ તરફ ઝુકાવ વધી રહ્યો છે.

gurucharan-sigh-sodhi

પોલીસે કર્યો નવો ખુલાસો

એક અહેવાલ અનુસાર, દિલ્હી પોલીસે ખુલાસો કર્યો છે કે ગુરુચરણ સિંહ 10 થી વધુ બેંક એકાઉન્ટ્સ ઓપરેટ કરી રહ્યા હતા. એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં, ગુરુચરણે ઘણા બેંક એકાઉન્ટ્સ મેન્ટેન કરી રાખ્યા હતા. જયારે એક અન્ય અહેવાલ અનુસાર, ગુરુચરણ સિંહના એક કરતા વધુ જીમેલ એકાઉન્ટ હોવાનું પણ જાણવા મળ્યું છે.

sodhi-1

ધર્મ તરફ વધી રહ્યો હતો ઝુકાવ

અહેવાલો અનુસાર, તેણે તેના ક્રેડિટ કાર્ડમાંથી રોકડ ઉપાડીને બીજા કાર્ડનાં બેલેન્સની ચુકવણી કરી હતી. ગુરુચરણ સિંહે છેલ્લે એટીએમમાંથી 14 હજાર રૂપિયા ઉપાડ્યા હતા. આ સિવાય હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. પ્રારંભિક તપાસ દરમિયાન ગુરચરણ સિંહના પરિચિતો અને મિત્રોએ પોલીસને જણાવ્યું હતું કે અભિનેતાનો ધર્મ ઝુકાવ વધી રહ્યો હતો અને તેણે પહાડો પર જવાની વાત કરી હતી.

વધુ વાંચો: 'અબ નિવેદન નહીં, નરસંહાર હોગા', સાઉથવાળા પણ જોતા રહી જશે મનોજ વાજપેયીની ફિલ્મ Bhaiyya Jiનું ધમાકેદાર ટ્રેલર

ગુરુચરણ સિંહ 22મી એપ્રિલથી લાપતા

તમને જણાવી દઈએ કે, ગુરુચરણ સિંહ 22 એપ્રિલથી લાપતા છે અને હજુ સુધી તેમનો કોઈ પત્તો મળ્યો નથી. ગુરુચરણ સિંહ 22 એપ્રિલે મુંબઈ પહોંચવાના હતા, જે વ્યક્તિ તેમને રિસીવ કરવાના હતા તેને પણ ગેરમાર્ગે દોરવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ કેસની સતત તપાસ કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ