બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દાહોદમાં પીકચર વાળી, 20 લોકોએ વરરાજાની ગાડી આંતરી દુલ્હનને ઉઠાવી, 4ની ધરપકડ
Last Updated: 06:52 PM, 20 May 2024
દાહોદમાં દુલ્હનના અપહરણના કેસમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અપહરણ કરનારા 2 આરોપીને ઝડપી લીધા છે. મધ્યપ્રદેશના ઝાબુઆથી પરત આવતી જાનમાંથી દુલ્હનના અપહરણની ઘટના સામે આવી હતી.
ADVERTISEMENT
દુલ્હનનો અપહરણ
ADVERTISEMENT
ગુજરાતના અનાશ બોરડી ગામમાં મોટરસાયકલ પર સવાર 20 થી વધુ લોકોએ વરરાજાની ગાડી રોકી હતી. બાદમાં બંદૂક બતાવી તમે અમારા ગામમા અકસ્માત કરી ભાગ્યા હોવાની વાત કરી હતી. ઘટનામાં માણસ મરી ગયો હોવાનું કહી દુલ્હનને ગાડીમાંથી નીચે ઉતારી હતી.
વાંચવા જેવું: અમદાવાદમાં જાહેર કરાયું 5 દિવસ માટે રેડ એલર્ટ, ગરમીથી બચવાની ગાઈડલાઇન જાહેર
આરોપીઓ દુલ્હનને લઈને ફરાર થયા હતા
આ સમગ્ર બાબત આટલેથી ન અટકતા આરોપીઓ દુલ્હનને લઈને ફરાર થયા હતા. અપહરણ બાદ પોલીસને જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં અપહરણકર્તાઓને ઝડપી લેવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.