બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / દિલીપ સંઘાણી ઇફકોના ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, તો બલવીર સિંહ બન્યા વાઈસ ચેરમેન

અમદાવાદ / દિલીપ સંઘાણી ઇફકોના ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, તો બલવીર સિંહ બન્યા વાઈસ ચેરમેન

Last Updated: 02:22 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી ખાતે ઈફ્કોનાં ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. ઈફ્કોનાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાયા હતા.

ભારતની સૌથી મોટી ખેડૂત સહકારી સંસ્થાનાં ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની દિલ્લી ખાતે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી બિનહરિફ ચૂંટાયા હતા. જ્યારે વાઈસ ચેરમેન તરીકે બલવિંદરસિંહ ચૂંટાયા હતા. ગઈકાલે ઈફ્કોનાં ડિરેક્ટરની ચૂંટણી યોજાઈ હતી.

IMG-20240509-WA0030

ગત રોજ દિલ્લી ખાતે ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ હતી

સૌથી મોટી સહકારી સંસ્થા ઈફ્કોમાં ખાલી પડેલ ડિરેક્ટર પદ માટે ગત રોજ ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપ દ્વારા છેલ્લી બે ટર્મથી ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવતા જયેશ રાદડિયાની જગ્યાએ બિપિન પટેલને મેન્ટેડ આપવામાં આવતા રાજકીય માહોલ ગરમાઈ જવા પામ્યો હતો. ગત રોજ દિલ્હી ખાતે ડિરેક્ટર પદની બેઠક યોજાઈ હતી. જેમાં જયેશ રાદડિયાની જીત થવા પામી હતી. જેમાં કુલ 182 મતદારોમાંથી બે મતદારો વિદેશમાં રહે છે. મતદાનમાં કુલ 180 મતદ પડ્યા હતા. જેમાં જયેશ રાદડિયાને 113 મત જ્યારે બિપિન પટેલને 98 મત મળ્યા હતા. આજે ઈફ્કોનાં ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની આજે ચૂંટણી યોજાનાર છે.

IMG-20240509-WA0025

ઈફ્કોની યોજાયેલી છેલ્લી બે ટર્મથી જયેશ રાદડિયા ચૂંટાય છે

ઈફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં છેલ્લી બે ટર્મથી જયેશ રાદડિયા ચૂંટાતા આવે છે. ત્યારે આ વર્ષે સહકારી ક્ષેત્રમાં ઉમેદવારની પસંદગીમાં મુશ્કેલી ઉભી થઈ હતી. જેમાં ભાજપે બિપીન પટેલને મેન્ડેટ આપ્યું હતું. છતાં જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ સામે ફોર્મ ભર્યું હતું. જેને લઈ જયેશ રાદડિયા અને બિપીન પટેલ તેમજ મોડાસાના પંકજ પટેલ વચ્ચે જંગ હતો.

વધુ વાંચોઃ અમદાવાદની સ્કૂલોને બોંબ બ્લાસ્ટનો ધમકીભર્યો મેસેજ કોણે અને કેમ મોકલ્યો? મોટો ઘટસ્ફોટ

સૌરાષ્ટ્રના મતદારોનો દબદબો રહ્યો

ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપે બિપીન પટેલને મેન્ડેટ આપ્યું હતું છતાં પણ જયેશ રાદડિયાએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે મોડાસાના પંકજ પટેલે ત્રીજા ઉમેદવાર તરીકે ઉમેદવારી પરત ખેંચી હતી અને પંકજ પટેલે બિપીન પટેલને સમર્થન જાહેર કરી દીધું હતું. એકંદરે ઈફકોમાં સૌરાષ્ટ્રના મતદારોનો દબદબો રહેતો હોય છે ત્યારે જયેશ રાદડિયાએ સૌરાષ્ટ્રના મતદારોને તરફેણમાં વાળવામાં સફળ રહ્યા છે

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ