બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અમદાવાદની સ્કૂલોને બોંબ બ્લાસ્ટનો ધમકીભર્યો મેસેજ કોણે અને કેમ મોકલ્યો? મોટો ઘટસ્ફોટ

ક્રાઈમ / અમદાવાદની સ્કૂલોને બોંબ બ્લાસ્ટનો ધમકીભર્યો મેસેજ કોણે અને કેમ મોકલ્યો? મોટો ઘટસ્ફોટ

Last Updated: 10:28 AM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સ્કૂલ બોંબ ધમકીમાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ થયાં છે.

ચાર દિવસ પહેલા એટલે કે 6 મેના દિવસે અમદાવાદની ઘણી બધી સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો. અમદાવાદ સ્કૂલ બોમ્બ ધમકીમાં હવે નવો ફણગો ફૂટ્યો છે. આ કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચના ખુલાસામાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે. આ ધમકી ભર્યા મેઈલ રશિયન સર્વરનો ઉપયોગ કરીને પાકિસ્તાનથી મોકલાયો હોવાનું સામે આવ્યું છે. આ ધમકી પાછળ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI કે આતંકી સંગઠનનું કાવતરુ હોવાની પણ શક્યતા છે. ઉંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું કે પાકિસ્તાનના હેકરોએ રશિયન સર્વરનો ઉપયોગ કરી ધમકીભર્યા મેલ મોકલ્યા હતા. ખરેખર તેઓ બોંબ વિસ્ફોટ કરાવવા માગતા હતા કે પછી આ મજાક હતી? તેને લઈને પણ તપાસ ચાલી રહી છે.

કઈ કઈ સ્કૂલોને મળી હતી ધમકી

ઈમેઈલ પર ઉડાવી દેવાની ધમકી' છેલ્લા થોડા સમયથી દેશમાં ચાલી રહેલો આ ટ્રેન્ડ અમદાવાદમાં પણ દોહરાયેલો જોવા મળ્યો હતો. લોકસભા ચૂંટણીના વોટીંગના બરાબર એક દિવસ પહેલા અમદાવાદની ઘણી જાણીતી સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર મચી હતી. ગુરુકુળની એશિયા સ્કૂલ, થલતેજના આનંદ નિકેતન, ડીપીએસ બોપલ, મેમનગરની એચબીકે સ્કૂલ, થલતેજની ઝેબાર સ્કૂલ, એસજી રોડ પર કોસ્મોસ કેસલ ઈન્ટરનેશનલ સ્કૂલ અને ચાંદખેડા અને શાહીબાગ કેન્ટોનમેન્ટની બે કેન્દ્રીય વિદ્યાલયો સહિત અનેક સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી મળી હતી.

વધુ વાંચો : ભૂમાફિયાઓને મોટો ઝટકો, લેન્ડ ગ્રેબિંગ એક્ટને ગુજરાત હાઈકોર્ટે આપી લીલી ઝંડી

કોણ મોકલ્યો ઈમેલ

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે તે વખતે કહ્યું હતું કે ઈમેલ રશિયન સર્વરમાંથી મોકલાયો હતો જેમાં અરબી શબ્દો અને સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો સંદેશો હતો. હાલમાં પોલીસ ઈમેઈલની સત્યતા ચકાસી રહી છે. ઈમેઈલ મોકલનાર વ્યક્તિ પોતાની ઓળખ તૌહીદ વોરિયર તરીકે ઓળખાવી હતી અને શહેરભરમાં "ઇતિશાદી" દ્વારા કરવામાં આવેલા હુમલાની ચેતવણી આપી હતી. સંદેશમાં ગુજરાતમાં શરિયા કાયદો લાગુ પાડવાનો ઈરાદો વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિરોધ કરનારા સામે હિંસાની ધમકી પણ આપવામાં આવી હતી. સ્કૂલોને ધમકીભર્યો ઈમેઈલ મળ્યાં બાદ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, શહેર ક્રાઇમ બ્રાંચ અને સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (એસઓજી) સહિતની વિશેષ ટીમો સ્કૂલોની સલામતી સુનિશ્ચિત કરવાના કામમાં લાગી ગઈ હતી અને તાબડતોબ તપાસ શરુ કરી દેવાઈ હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ