બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / મનોરંજન / ગુમ થયા પહેલા તારક મહેતાના 'સોઢી'ની તબિયત ખરાબ હતી? તેના મિત્રએ જણાવી હકીકત

ટેલિવિઝન / ગુમ થયા પહેલા તારક મહેતાના 'સોઢી'ની તબિયત ખરાબ હતી? તેના મિત્રએ જણાવી હકીકત

Last Updated: 06:56 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી આ શોમાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર એક્ટર ગુરુચરણ સિંહ ગુમ થઈ ગયા છે. છેલ્લા 4 દિવસથી તેનો કોઈ પત્તો લાગ્યો નથી.

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીના રોલથી લોકપ્રિયતા મેળવનાર અભિનેતા ગુરચરણ સિંહ વિશે ખરાબ સમાચાર સામે આવ્યા છે. તે છેલ્લા 4 દિવસથી ગુમ છે. અભિનેતાના પિતાએ પણ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને તેના નજીકના લોકો પણ આને લઈને ખૂબ જ ચિંતિત છે. અભિનેતાના મિત્રએ આ મામલાની વાત કરી છે અને જણાવ્યું છે કે ગુરુચરણ સિંહ છેલ્લા કેટલાક સમયથી ખૂબ બીમાર હતા.

sodhi-f

આ વિશે વાત કરતાં ગુરુચરણ સિંહની ખાસ મિત્રએ કહ્યું કે - ગુરુચરણના માતા-પિતા ખૂબ જ પરેશાન છે અને તેમણે દિલ્હીમાં ફરિયાદ પણ નોંધાવી છે. મેં મુંબઈમાં ફરિયાદ નોંધાવવાની કોશિશ પણ કરી હતી પરંતુ તે હજી મુંબઈ આવ્યો ન હોવાથી ફરિયાદ નોંધાવી શકાય તેમ નથી. તેમની તબિયત પણ છેલ્લા કેટલાક દિવસોથી સારી ન હતી. હું પણ તેના વિશે ખૂબ ચિંતિત હતો. દિલ્હી છોડતા પહેલા પણ તેમનું બ્લડ પ્રેશર ખૂબ હાઈ હતું અને તેમણે કેટલાક ટેસ્ટ પણ કરાવ્યા હતા. દિલ્હીથી આવતા પહેલા તે વધારે ખાતો પણ ન હતો. હું આશા રાખું છું કે તે સ્વસ્થ અને સલામત હશેે.

sodhi-1

ફોન 2 દિવસથી એક્ટિવ હતો

આ મામલાની વાત કરીએ તો પોલીસે આઈપીસીની કલમ 365 હેઠળ ફરિયાદ નોંધી છે. ગુરુચરણ સિંહના પિતા હરગીત સિંહે દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તમને જણાવી દઈએ કે અભિનેતાનો નંબર પણ 2 દિવસથી એક્ટિવ હતો. આ સમયગાળા દરમિયાન, તેણે તેના ફોનથી ઘણા વ્યવહારો પણ કર્યા. પરંતુ 24મીથી તેના ફોનમાંથી કોઈ વ્યવહાર થયો નથી અને તે ગુમ છે. તેના પિતા પણ કહે છે કે પોલીસ આ કેસની સંપૂર્ણ તપાસ કરી રહી છે અને સોઢીને શોધવામાં વ્યસ્ત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ