બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / વિશ્વ / ચીનને મોટો ઝટકો, શ્રીલંકાને જે એરપોર્ટ બનાવવા લોન આપી તેનું સંચાલન ભારત કરશે

વર્લ્ડ / ચીનને મોટો ઝટકો, શ્રીલંકાને જે એરપોર્ટ બનાવવા લોન આપી તેનું સંચાલન ભારત કરશે

Last Updated: 08:39 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીની ડ્રેગનને શ્રીલંકા તરફને ઝટકો મળ્યો છે. કારણ કે લંકાને જે એરપોર્ટ બનાવવા ચીને પૈસા આપ્યા હતા તે એરપોર્ટને ભારત અને રશિયાની કંપનીને સોંપી દેવામાં આવ્યુ છે.

શ્રીલંકાએ તેના હમ્બનટોટામાં આવેલા મટાલા રાજપક્ષે ઈન્ટરનેશનલ એરપોર્ટના મેનેજમેન્ટની જવાબદારી ભારત અને રશિયાની કંપનીને સોંપી દીધી છે. શ્રીલંકા સરકારનો આ નિર્ણણ ચીન માટે ઝટકા સમાન માનવામાં આવી રહ્યો છે. આ એરપોર્ટ બનાવવા ચીને શ્રીલંકાને આર્થિક મદદ કરી હતી.

તે દુનિયાનું સુમસાન એરપોર્ટ કહેવાતુ

મટાલા રાજપક્ષે ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેના નામ પરથી રાખવામાં આવ્યુ હતુ. અહીંયા પુરતી ફ્લાઈટ્સ ન આવતી હોવાથી તે દુનિયાનું સુમસાન એરપોર્ટ કહેવાતુ. મહિંદા રાજપક્ષના શાસનકાળમાં જ આ એરપોર્ટ બન્યુ હતુ.

આ પણ વાંચોઃ ડુંગળી ભાવમાં ફરી વધારો થશે? કેન્દ્ર સરકારે 6 દેશમાં નિકાસ કરવાની આપી મંજૂરી

30 વર્ષ સુધી ભારત અને રશિયાની કંપની સંભાળશે

આ પ્રક્રિયા પર શ્રીલંકાના પ્રવક્તા તથા મંત્રી બાંદુલા ગુણવર્ધનેએ જણાવ્યુ કે, મંત્રીમંડળે 9 જાન્યુઆરીના રોજ સંભવિત પક્ષકારોને રુચી પત્ર મંગાવાની મંજુરી આપી દીધી હતી. અમને પાંચ પ્રસ્તાવ મળ્યા હતા. ત્યાર બાદ સરકારની સલાહકાર સમિતિએ ભારતની શોર્ય એરોનોટિક્સ પ્રાઈવેટ લિમિટેડ અને રશિયાની એરપોર્ટ ઓફ રીજન્સ મેનેજમેન્ટ કંપનીને 30 વર્ષ સુધી મેનેજમેન્ટ કરવા સોંપ્યુ છે.

એરપોર્ટ બનાવવા ચાઈનાએ શ્રીલંકાને ઉંચા વ્યાજે લોન આપી હતી

ઉલ્લેખનીય છે કે, આ એરપોર્ટ બનાવવા ચાઈનાએ શ્રીલંકાને ઉંચા વ્યાજે કોમર્શિયલ લોન આપી હતી. આ યોજનામાં 20.9 કરોડ ડોલર ખર્ચ થયા હતા જેમાથી 19 કરોડ ડોલર ચાઈનાએ આપ્યા હતા. કેટલાક એક્સપર્ટ્સનું કહેવુ છે કે, ચીને શ્રીલંકાને વધુ એક લોન આપીને વધુ દેવાની જાળમાં ફસાવ્યુ હતુ. આ એરપોર્ટ પર નુકસાન થવાથી શ્રીલંકા વર્ષ 2016થી જ એક પાર્ટટનરની શોધમાં હતુ. અહીંયા ફ્લાઈટ્સ પણ ઓછી છે અને પર્યાવરણની દ્રષ્ટિએ પણ આ વિસ્તાર સંવેદનશીલ મનાય છે.


background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ