બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

VTV / ભારત / ડુંગળીના ભાવમાં ફરી વધારો થશે? કેન્દ્ર સરકારે 6 દેશમાં નિકાસ કરવાની આપી મંજૂરી

નીતિ / ડુંગળી ભાવમાં ફરી વધારો થશે? કેન્દ્ર સરકારે 6 દેશમાં નિકાસ કરવાની આપી મંજૂરી

Last Updated: 09:59 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૃષિ મંત્રાલય દ્વારા ગયા મહિને જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ વર્ષ 2024માં ડુંગળીનું ઉત્પાદન 254.73 લાખ ટન આસપાસ રહેવાની ધારણા છે.

ડુંગળીના વધતા ભાવને નિયંત્રણમાં રાખવા માટે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જણાવીએ કે, ગયા વર્ષે 8 ડિસેમ્બરથી ભારતમાંથી ડુંગળીની નિકાસ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે સરકારે તેમાં થોડી છૂટછાટ આપી છે. ભારત હવે 6 પાડોશી દેશોમાં ડુંગળીની નિકાસ કરશે. અગાઉ સરકારે મધ્ય પૂર્વ અને કેટલાક યુરોપિયન દેશોમાં 2000 ટન સફેદ ડુંગળીની નિકાસની મંજૂરી પણ આપી હતી.

DD

છ પડોશી દેશમાં ડૂગળીની નિકાસ કરાશે

ડુંગળીના ભાવને અંકુશમાં લેવા માટે સરકારે છેલ્લા ઘણા મહિનાઓથી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે. દેશમાં ડુંગળીના વધતા ભાવથી જનતાને રાહત આપવા માટે સરકારે ડુંગળીની નિકાસ બંધ કરી દીધી હતી. પરંતુ હવે નિકાસ બંધી હળવી કરવામાં આવી રહી છે. ભારતે છ પડોશી દેશોમાં 99,500 ટન ડુંગળીની નિકાસ કરવાનો નિર્ણય લીધો છે.

આ દેશોમાં નિકાસ કરાશે

ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે, જેમાં જણાવ્યું હતું કે, ભારત બાંગ્લાદેશ, UAE, ભૂટાન, બહેરીન, મોરેશિયસ અને શ્રીલંકામાં 99,150 ટન ડુંગળીની નિકાસ કરાશે. આ પાક મહારાષ્ટ્રમાં વધુ થાય છે. ગયા વર્ષે ઓછા ઉત્પાદનના અંદાજને કારણે ભારતે નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો.

વાંચવા જેવું: 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

કૃષિ મંત્રાલય દ્વારા ગયા મહિને જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ વર્ષ 2024માં ડુંગળીનું ઉત્પાદન 254.73 લાખ ટન આસપાસ રહેવાની ધારણા છે. ગયા વર્ષે આ આંકડો 302.08 લાખ ટન હતો. ભારતમાં ડુંગળીની ખેતી મુખ્યત્વે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં થાય છે. સરકારે ડુંગળીના સંગ્રહમાં પણ સુધારો કર્યો છે. ડુંગળીની સંગ્રહ ક્ષમતા 1200 ટનથી વધારીને 5000 ટન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારને આશા છે કે તેનાથી ડુંગળીનો બગાડ ઓછો થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ