બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જો તમને વધુ પરસેવો વળતો હોય તો ચેતી જજો, હોઈ શકે હાર્ટ એટેકનો સંકેત

હેલ્થ / જો તમને વધુ પરસેવો વળતો હોય તો ચેતી જજો, હોઈ શકે હાર્ટ એટેકનો સંકેત

Last Updated: 02:54 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં પરસેવો વળવો ખૂબ સામાન્ય વાત છે પરંતુ વધારે પરસેવો વળે તો તે હાર્ટ અટેકનો સંકેત પણ હોઈ શકે છે.

હાર્ટ અટેકની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ બનતી જઈ રહીં છે. પેહલા 45-50 વર્ષ બાદ લોકોને હાર્ટ એટેક આવતા હવે યંગ લોકોને પણ અટેક આવી રહ્યા છે. જેમાં મુખ્યત્વે ખરાબ લાઇફસ્ટાઇલ અને ખરાબ ફૂડ હેબિટને જવાબદાર માનવામાં આવે છે. કોરોના બાદ તો અચાનક હાર્ટ એટેક આવવાના કેસ ખૂબ વધી ગયા છે.

જ્યારે હાર્ટ અટેક આવવાનો હોય તે વખતે કેટલાક લક્ષણો દેખાય છે. જેમાં છાતીમાં દુઃખાવો, ગભરામણ, પરસેવો વળવો, થાક લાગવો,દાંત કે દાઢમાં દુઃખાવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણો કોમન છે.

હાર્ટ અટેક વખતે કેમ વળે છે પરસેવો ?

એક્સપર્ટ મુજબ, જ્યારે લોહી હૃદય સુધી બરાબર રીતે નથી પોહચતું ત્યારે હાર્ટ અટેકના ચાન્સ વધી જાય છે. તેના કારણે બ્લડ સર્ક્યુલેશનમાં મુશ્કેલી આવે છે જેથી વધુ પરસેવો વળે છે. હ્યદય લોહીને પંપ કરવાનું કામ કરે છે પરંતુ જ્યારે હ્યદય પ્રોપર પંપ નથી કરી શકતું ત્યારે હાર્ટ પર પ્રેશર વધે છે. આ સ્થિતિમાં શરીરમાંથી પરસેવો વળવા લાગે છે.

વધુ વાંચોઃ હવે લસણ ફોલતા કંટાળો નહીં આવે, આ રહીં ફટાફટ લસણ ફોલવાની રીત

આ કારણે આવે છે હાર્ટ અટેક

  • હાર્ટ અટેક કોઈ એક કારણસર નહીં પણ અનેક કારણસર આવી શકે છે. જેમાં ખરાબ લાઇસ્ટાઈલ, ફૂડ હેબીટ જેવા કારણ હોઈ શકે છે.
  • જે લોકોમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધુ હોય છે તેઓમાં હાર્ટ અટેકનો ખતરો વધુ રહે છે, તેઓમાં આર્ટરી બ્લોકેજનું રિસ્ક વધુ હોય છે.
  • વધારે વજનવાળા લોકોને હાર્ટ અટેક આવવાની સંભાવના હોય છે.
  • જે લોકોને ડાયાબિટીજ, કિડની કે લિવરનો પ્રોબ્લેમ છે તેઓમાં પણ હાર્ટ અટેકનો ખતરો રહે છે.
  • જે લોકોને દારૂ પીવાની આદત હોય તેમને પણ હાર્ટ અટેક આવી શકે છે

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ