ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / GLS કોલેજ બહાર ગુંડાગીરી: બુટલેગરના પૌત્રએ ગાડીમાં તોડફોડ કરી વિદ્યાર્થીઓને ધમકાવવાનો આક્ષેપ
Last Updated: 08:01 PM, 9 March 2026
ADVERTISEMENT
અમદાવાદમાં ફરી એકવાર અસામાજિક તત્વોએ પોલીસ અને કાયદો-વ્યવસ્થાને પડકાર્યો હોય તેવી ઘટના સામે આવી છે. શહેરના GLS College બહાર બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યે ગુંડાગીરી મચાવતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી આદિત્ય નશાની હાલતમાં કોલેજ બહાર પહોંચ્યો હતો અને ત્યાં ઉભેલી ગાડીઓમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન તેણે હથિયાર દેખાડી વિદ્યાર્થીઓને ધમકાવ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આરોપીએ રિવોલ્વર બતાવી તેમને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે કોલેજ બહાર ભયનો માહોલ ફેલાયો.
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં જ નવરંગપુરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આરોપીની શોધખોળ તેમજ ઘટના સંબંધિત સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનો એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ADVERTISEMENT
અગાઉ પણ અકસ્માત સર્જી એક વ્યક્તિનું મોત નિપજાવ્યું હતું
સ્થાનિક લોકોના કહેવા મુજબ આરોપી અગાઉ પણ અનેક વિવાદોમાં આવી ચૂક્યો છે. અગાઉ શાહીબાગ સર્કિટ હાઉસ નજીક થયેલા એક અકસ્માતમાં તેની એક્ટિવા અથડાતા એક વ્યક્તિનું મોત થયું હોવાની ઘટના પણ ચર્ચામાં આવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સૂર્યકુમાર યાદવનું અડાલજની વાવમાં વર્લ્ડકપ ટ્રોફી સાથે ફોટોશૂટ, લાગ્યાં ઈન્ડિયા, ઈન્ડિયાના નારા
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો
ADVERTISEMENT
આ તાજેતરની ઘટનાએ શહેરમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઉભા કર્યા છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT