ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સૂર્યકુમાર યાદવનું અડાલજની વાવમાં વર્લ્ડકપ ટ્રોફી સાથે ફોટોશૂટ, લાગ્યાં ઈન્ડિયા, ઈન્ડિયાના નારા
Last Updated: 07:46 PM, 9 March 2026
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમે ફરી એક વખત ઇતિહાસ રચ્યો છે. સતત બીજી વખત ICC Men's T20 World Cupનું ખિતાબ જીતવામાં સફળ રહી છે. ફાઈનલ મુકાબલામાં ભારતે ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું. જીત બાદ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ આજે અડાલજની વાવની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે વર્લ્ડકપ ટ્રોફી સાથે ખાસ ફોટોશૂટ કરાવ્યું. ક્રિકેટરોને જોવા માટે સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. આ ક્ષણો ક્રિકેટ પ્રેમીઓ માટે ગર્વ અને ઉજવણીનો વિષય બની છે.
ADVERTISEMENT

ગાંધીનગરની પ્રસિદ્ધ ઐતિહાસિક સ્થળ અડાલજની વાવ ખાતે આજે ખાસ ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને કેપ્ટન સુર્યકુમાર યાદવ અડાલજની વાવની મુલાકાત લેવા પહોંચતા ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. ક્રિકેટરને નજીકથી જોવા માટે મોટી સંખ્યામાં લોકો અડાલજ ખાતે ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકો અને પ્રવાસીઓએ પણ તેમની સાથે ફોટા પડાવ્યા અને તેમને આવકાર્યા હતા. ઐતિહાસિક વાવમાં ક્રિકેટરના આગમનથી આખું પરિસર ઉત્સાહ અને આનંદના માહોલથી ગુંજી ઉઠ્યું હતું.
ADVERTISEMENT
#WATCH | Gujarat: Carrying the #ICCWorldCup2026 trophy, Team India Skipper Suryakumar Yadav visits Adalaj Stepwell in Gandhinagar. pic.twitter.com/AmLpcOXswE
— ANI (@ANI) March 9, 2026
વિદેશી મહેમાનોએ અડાલજની વાવ નિહાળી
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ ભારતીય ટીમના ખેલાડીઓ સાથે ન્યુઝીલેન્ડની ટીમના પણ કેટલાક વિદેશી મહેમાનો અડાલજની વાવ નિહાળવા માટે પહોંચ્યા હતા. વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક સ્થળના વારસા વિશે માહિતી પણ મેળવી હતી.

ADVERTISEMENT
સૂર્યકુમાર યાદવના આગમનને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ક્રિકેટ ચાહકો પોતાના પ્રિય ખેલાડીઓને જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અડાલજની વાવ ગુજરાતના મહત્વપૂર્ણ હેરિટેજ સ્થળોમાંથી એક ગણાય છે, જ્યાં દેશ-વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં મુલાકાત લેતા હોય છે. આજે ક્રિકેટરોની મુલાકાતને કારણે અહીં ખાસ ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતમાં કેટલા બાળકો ગુમ થયા? કોંગ્રેસ ધારાસભ્યના સવાલ પર સરકારનો જવાબ
સૂર્યકુમાર યાદવે શું કહ્યું.
ADVERTISEMENT
ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ભાવુક પ્રતિક્રિયા આપતાં કહ્યું કે આ ઐતિહાસિક ક્ષણને સમજવામાં તેમને થોડો સમય લાગશે. તેમણે જણાવ્યું કે ટીમની આ સિદ્ધિ લાંબી મહેનત અને સંઘર્ષનું પરિણામ છે. 2024 પછી BCCI અને તે સમયના સેક્રેટરી જય શાહે તેમના પર વિશ્વાસ મૂક્યો હતો. જે તેમની માટે મોટી પ્રેરણા બની. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટ્રોફી જીતવાની ક્ષણ ખાસ અને યાદગાર હોવાનું તેમણે જણાવ્યું, અને આ જીત સમગ્ર ટીમ તથા દેશના ચાહકોને સમર્પિત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT