ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / મુંબઈ / Bollywood / બોલિવૂડ / અલવિદા આશા! લાખો ચાહકોને રડતાં મૂકીને અનંતને વાટે આશા ભોસલે, અંતિમ સંસ્કાર કરાયા

મુંબઇ / અલવિદા આશા! લાખો ચાહકોને રડતાં મૂકીને અનંતને વાટે આશા ભોસલે, અંતિમ સંસ્કાર કરાયા

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:28 PM, 13 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asha Bhosle Last Rites Live Updates: 12 એપ્રિલ 2026 ભારતીય સંગીત ઇંડસ્ટ્રી માટે સૌથી મોટું દુઃખ લાવ્યું. સુરોની મલ્લિકા આશા ભોંસલેએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

ADVERTISEMENT

Asha Bhosle Last Rites Live Updates: 12 એપ્રિલ 2026 ભારતીય સંગીત ઇંડસ્ટ્રી માટે સૌથી મોટું દુઃખ લાવ્યું. સુરોની મલ્લિકા આશા ભોંસલેએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. આશા તાઈના નિધન પર સમગ્ર રાષ્ટ્ર શોકમાં ડૂબી ગયું છે. સેલિબ્રિટીઝ અને ચાહકોએ ગાયિકાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોમવારે સાંજે મુંબઇમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પુત્ર આનંદે ચિતાને અગ્નિદાહ આપ્યો હતો. આ પહેલા મોટીસંખ્યામાં તેમના અંતિમ દર્શન માટે સમગ્ર બોલિવૂડ તેમજ ક્રિકેટ જગતમાંથી સેલિબ્રિટિઓ પહોચ્યા હતા.

જાણિતા ગાયિકા આશા ભોંસલેનું નિધન એંટરટેનમેંટ ઇંડસ્ટ્રી માટે એક મોટું નુકસાન છે. તેમનું 92 વર્ષની વયે અવસાન થયું. આ ગાયિકા સદાબહાર ગીતોનો વારસો છોડી ગયા છે, જે લોકોની યાદોમાં હંમેશા જીવંત રહેશે. સેલિબ્રિટી અને ચાહકોએ આશાજીને ભાવનાત્મક વિદાય આપી. આશાની પૌત્રી જેનાઈ શોકમાં ડૂબી ગઈ છે. છેલ્લી વાર દાદીને જોઈને તે રડી પડી હતી. આશા તાઈના બહેન ઉષા મંગેશકર પણ તેમના અંતિમ દર્શન કરવા પહોંચ્યા. સફેદ સાડી પહેરીને અને નજીકના સંબંધીનો હાથ પકડીને, ઉષાએ તેમની બહેનને નમન કર્યું અને ભીની આંખોથી તેમને વિદાય આપી.

usha_mangeshkar_at_asha_bhosle_last_rites

સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. તેમના પ્રિય ગાયિકાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે લોકોનો જનસૈલાવ ઉમટ્યો છે. તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓ પુર્ણ થઇ ગઇ છે. શિવાજી પાર્ક સ્મશાનગૃહમાં બધી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ચાહકો અને સેલિબ્રિટીઓએ આંસુભરી આંખો સાથે આશા તાઈને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ સાંજે પાંચ કલાકે આશા તાઇના અંતિમ સંસ્કાર વિધી શરૂ કરવામાં આવી હતી. અને તેમનો દેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો. પરંતુ તેઓ તેમના ચાહકોના મનમાં હંમેશા જીવંત રહેવાના છે.

આશા તાઈનો મોક્ષ રથ હજારો કિલોગ્રામ ફૂલોથી શણગારવામાં આવ્યો

આશા ભોંસલેનો મોક્ષ રથ વિવિધ પ્રકારના અસંખ્ય ફૂલોથી શણગારવામાં આવ્યો હતો. તેની સામે તેમનો ફોટો પણ મૂકવામાં આવ્યો હતો. ફૂલવાળાએ મીડિયાને જણાવ્યું કે તેમણે આશા ભોંસલેના મોક્ષ રથને સજાવવા માટે કેટલી મહેનત કરી હતી. તેઓ રાતથી જ કામ કરી રહ્યા હતા. "અમને રાત્રે વાહન મળ્યું. પછી અમે સેટઅપ શરૂ કર્યું. અમે તેને 500-1000 કિલોગ્રામ ફૂલોથી સજાવ્યું. મોક્ષ રથને સજાવવા માટે કંદ, ગલગોટા, લીલી, કાર્નેશન અને ગુલાબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજા 500-800 કાપેલા ફૂલોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

VTV DIGITAL

આ પણ વાંચોઃ ''જમાઈ ફોન પણ છીનવી લેતા...'', મોનાલિસાના ફરમાન સાથે લગ્ન બાદ કહાનીમાં ટ્વિસ્ટ

તેમણે કહ્યું, "આ આશા તાઈને અમારી શ્રદ્ધાંજલિ છે. આશા તાઈના નિધનથી માત્ર ફિલ્મ ઇંડસ્ટ્રી જ નહીં પરંતુ સમગ્ર દેશને ખૂબ આઘાત લાગ્યો છે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asha Bhosle Mumbai Asha Bhosle Funeral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ