બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / Bipin Chandra K Chaudhary resigns to Gujarat Pradesh Aam Aadmi Party President Ishudan Gadhvi
Last Updated: 08:30 PM, 4 March 2024
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકીય આગેવાનોના રાજીનામાની મોસમ ચાલી રહી છે. કોંગ્રેસને આજે બે મોટા ઝટકા લાગ્યા છે. પહેલું રાજૂલાના પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેરે રાજીનામું આપ્યું ત્યારબાદ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસને રામરામ કહી દીધા છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીને પણ દક્ષિણમાં એક ઝટકો લાગ્યો છે. વ્યારા વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના નિશાન પર ગત વિધાનસભા ચૂંટણી લડનાર તેમજ ગુજરાત AAPના જોઇન્ટ સેક્રેટરી બિપીનચંદ્ર કે ચૌધરીએ આપમાંથી રાજીનામું આપી દીધું છે.
ADVERTISEMENT
AAP નેતા બિપીનચંદ્ર કે ચૌધરીનું રાજીનામું
બિપીનચંદ્ર કે ચૌધરીએ ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈશુદાન ગઢવીને રાજીનામું આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, મારા અંગત કારણોસર આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપું છે. સાથે 2022માં 171-વ્યારા વિધાનસભામાં ઉમેદવાર બનાવી ચૂંટણી લડવાની તક આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ADVERTISEMENT
વાંચવા જેવું: દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી ધર્યું રાજીનામું, અધ્યક્ષ શંકર ચૌધરીએ સ્વીકાર્યું
બિપીનચંદ્ર કે ચૌધરીએ શું કહ્યું ?
તેમણે કહ્યું કે, 2022માં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર હતો, ત્યારે મને વ્યારાની જનતાએ ખૂબ જ મતો આપ્યા હતા. 47500 જેટલા મતો આપ્યા હતા જે બદલ હું તમામનો આભાર માનું છું. તેમજ હું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપું છું પરંતુ લોકોના કામ માટે સતત તત્પર રહીશ
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.