બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Veteran leader Arjun Modhwadia resigns as Congress MLA

BIG BREAKING / દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી ધર્યું રાજીનામું, અધ્યક્ષ શંકર ચૌધરીએ સ્વીકાર્યું

Published By: Dinesh Chaudhary

Last Updated: 05:36 PM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદ પરથી આપ્યું રાજીનામું હવે કોંગ્રેસમાંથી પણ આપશે રાજીનામું, ભાજપમાં જોડાવાની અટકળો તેજ

 

ગુજરાત કોંગ્રેસને વારંવાર ઝટકા આપનાર સમાચાર મળી રહ્યા છે. ત્યારે ફરી એક કોંગ્રેસના ધારાસભ્યએ પદ પરથી રાજીનામું ધરી દીધું છે. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદ પરથી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે તેઓ કોંગ્રેસના તમામ હોદ્દોઓ તેમજ પ્રાથમિક સભ્ય પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે. લોકસભા ચૂંટણી અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસમાં એક બાદ એક નેતાના રાજીનામાં રૂપી ઝટકા મળી રહ્યાં છે.

અર્જૂન મોઢવાડીયાનું રાજીનામુ આપવાના કારણો !
કે સી વેણુગોપાલે ગુજરાત બાબતે લીધેલા નિર્ણયો અંગે નારાજગી
વિપક્ષના નેતાની પસંદગી વખતે તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નહોતા
વિધાનસભા ચૂંટણી પછી મોઢવાડીયા પક્ષમાં નિષ્ક્રિય હતા 
આ બાબતે રાષ્ટ્રીય નેતૃત્વએ પક્ષમાં નિષ્ક્રિયાતા અંગે કારણ પુછ્યું હતું
જગદીશ ઠાકોર બાદ પ્રદેશ પ્રમુખ નક્કી થયા ત્યારે વિશ્વાસમાં ના લેવાયા
રામ મંદિરના મુદ્દે પક્ષના નેતાએ લીધેલા નિર્ણય સામે નારાજરી હતી 
શક્તિસિંહ ગોહિલ જૂના મિત્રો હોવા છતાં કેટલાંક મુદ્દે બંને વચ્ચે અસહમતી હતી 
ભરતસિંહ સોલંકી બાદ અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવતા નારાજગી હતી

અર્જૂન મોઢવાડીયાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું


અંબરીશ ડેર પણ કેસરીયા કરશે
કોંગ્રેસનાં નેતા અંબરીશ ડેર છેલ્લા ઘણા સમયથી ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આજે અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે કોંગ્રેસનાં નેતા તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચે ચર્ચા થઈ હોવાનાં સમાચાર વહેતા થતા રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો. ત્યારે કોંગ્રેસના અંબરીશ ડેર પણ ભાજપમાં ભળી જવાની જાહેરાત કરી દીધી છે. તો બીજી તરફ અર્જુન મોઢવાડિયા પણ ભાજપ જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Arjun Modhwadia bjp join Lok Sabha Election 2024 MLA Arjun Modhwadia politics news અર્જુન મોઢવાડિયાનું રાજીનામું Lok Sabha Election 2024

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ