બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે ક્યારેય નહીં થાય સાયબર ફ્રોડ? UPI ટ્રાન્ઝેક્શનમાં મોટો ફેરફાર, જાણો
Last Updated: 01:23 PM, 1 October 2025
અત્યારના જમાનામાં ઓનલાઇન ટ્રાન્જેક્શનનું પ્રમાણ વધ્યું છે. લોકો શોપિંગમાં હોટેલમાં, કે એકબીજાને પૈસા આપવા હોય તેમાં પણ ઓનલાઇન ટ્રાન્જેક્શન કરવાનું પસંદ કરે છે. દેશમાં કરોડો લોકો UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) મારફતે પેમેન્ટ કરી રહ્યા છે. એવામાં હવે UPI ઓનલાઈન પેમેન્ટની રીતમાં ફેરફાર કરી રહ્યું છે. જે કરોડો લોકોને અસર કરશે.
ADVERTISEMENT
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ઘોષણા કરી છે કે, પર્સન ટૂ પર્સન 'કલેક્ટ રિક્વેસ્ટ' કે 'પુલ ટ્રાન્ઝેક્શન' ફીચર 1 ઓક્ટોબર 2025 થી બંધ કરવામાં આવશે. ફોનપે, ગૂગલ પે અને પેટીએમ જેવી એપ્લિકેશન યુઝર્સ હવે મિત્રો, સંબંધીઓ અથવા પરિચિતોને સીધી પેમેન્ટ રિક્વેસ્ટ મોકલવાની મંજૂરી નહીં આપે.
ADVERTISEMENT
આ ફીચરથી યુઝર્સ UPI ID દાખલ કરીને બીજા યુઝરને પેમેન્ટ રિક્વેસ્ટ મોકલી શકતા હતા. મતલબ કે, જો તમને કોઈ મિત્ર પાસેથી પૈસા મેળવવાની જરૂર હોય તો તમે તેમને તમારી UPI એપ્લિકેશન દ્વારા રિક્વેસ્ટ મોકલી શકતા હતા. જેમાં તમારા મિત્ર રિક્વેસ્ટ સ્વીકારીને પિન દાખલ કર્યા બાદ પૈસા તમારા ખાતામાં ટ્રાન્સફર કરી શકતા. આ ફીચર ખૂબ જ સુવીધાજનક હતું. પરંતુ સમય જતાં તે ખતરનાક પણ બની ગયું હતું.
ADVERTISEMENT
આ ફીચર ફ્રોડ કરનારાઓને પણ ફાયદો પહોંચાડી રહ્યું હતું. સ્કેમર્સ અજાણ યુઝર્સને રિક્વેસ્ટ મોકલી છેતરપિંડી કરતા હતા. જોકે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ અગાઉ દુરુપયોગ અટકાવવા માટે રિક્વેસ્ટ મર્યાદા ઘટાડીને 2000 કરી હતી તેમ છતાં ફ્રોડ ચાલુ રહ્યું હતું. જેથી આ ફ્રોડ રોકવા માટે આ ફીચર કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આ ફીચર સંપૂર્ણપણે બંધ કરવામાં નહીં આવે. જેમાં IRCTC, Flipkart, Amazon, કે Netflix જેવા પ્લેટફોર્મ લોકોને ટિકિટ બુકિંગ, શોપિંગ,સબ્સ્ક્રિપ્શન માટે પેમેન્ટ રિક્વેસ્ટ મોકલી શકશે. આ ફીચર ફક્ત પર્સન ટૂ પર્સન ટ્રાન્સફર માટે બંધ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આ ફીચર બંધ થયા બાદ આજથી એટલે કે, 1 ઓક્ટોબર 2025 થી તમે UPI કલેક્ટ રિક્વેસ્ટનો ઉપયોગ કરીને મિત્રો અથવા સંબંધીઓ પાસેથી પૈસા નહીં માંગી શકો. પૈસા ટ્રાન્સફર કરવા માટે તમારે QR કોડ, રિસીવર UPI ID કે UPI સાથે લિંક કરેલ મોબાઇલ નંબરની જરૂર પડશે. ડિજિટલ પેમેન્ટની સુરક્ષા વધારવા માટે આ ફીચર બંધ કરવામાં આવ્યું છે. યુઝર્સે પૈસા ટ્રાન્સફર કરતા પહેલા હંમેશા પેમેન્ટ રિક્વેસ્ટને સારી રીતે ચેક કરવી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.