ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
આપણે બધાએ મેગી ખાધી છે... હવે મેગી બનાવતી કંપની તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા જઈ રહી છે. હા... જો તમારી પાસે પણ નેસ્લેના શેર છે તો આજે કંપનીએ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. નેસ્લેએ શેર બજારને માહિતી આપતા આ વિશે જણાવ્યું છે. રોજીંદા સામાન બનાવતી કંપની નેસ્લે ઈન્ડિયાએ આ નિર્ણય લીધો છે.
27 રૂપિયા પ્રતિ શેરનું અંતરિમ ડિવિડન્ડ
વર્ષ 2023 માટે કંપનીએ 27 રૂપિયા પ્રતિ શેરનું અંતરિમ ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. નેસ્લે ઈન્ડિયાએ એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે બુધવારે મળેલી બેઠકમાં વર્ષ 2023 માટે 10 રૂપિયાના શેર પર 27 રૂપિયાના વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી હતી. નેસ્લે ઇન્ડિયા જાન્યુઆરી-ડિસેમ્બરના નાણાકીય વર્ષને અનુસરે છે.
ADVERTISEMENT
ક્યારે ચુકવાશે ડિવિડંડ
કંપનીએ જણાવ્યું હતું કે 64મી વાર્ષિક સામાન્ય સભામાં સભાસદોની મંજૂરી મળ્યાં બાદ 8 મે 2023ના દિવસે 2022ના વર્ષના છેલ્લા લાભ સાથે વચગાળાનું ડિવિડંડ ચુકવવામાં આવશે.
પરિણામ 25 એપ્રિલે
ADVERTISEMENT
કંપનીએ વચગાળાના ડિવિડન્ડની ચુકવણી માટે શેરહોલ્ડરોની પાત્રતા નક્કી કરવા માટે રેકોર્ડ તારીખ 21 એપ્રિલ, 2023 નક્કી કરી છે. નેસ્લે ઇન્ડિયા 25 એપ્રિલે તેના માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે.
સંકળાયેલા મુદ્દાઓ