ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ચૂંટણી 2019 / Ashok Gehlot, Jaswant Singh sons in Congress latest list

ચૂંટણી / કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓના પુત્રને આપી ટિકિટ, એક ભાજપના પૂર્વ મંત્રીનો પુત્ર

Published By: vtvAdmin

Last Updated: 12:08 PM, 31 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસે રાજસ્થાનમાંથી બે દિગ્ગજ નેતાઓના પુત્રોને ટીકીટ આપી છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર અને ભાજપના પૂર્વ દિગ્ગજ નેતા જશવંતસિહના પુત્રના નામ સામેલ છે.

ADVERTISEMENT



લોકસભા ચૂંટણી ર૦૧૯ માટે કોંગ્રેસે ઉત્તર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં લોકસભાની ૩૧ બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા છે. આ યાદીમાં મુખ્ય નામ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતનું છે. તેને જોધપુરથી ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વ કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહને અલવર અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા જશવંતસિંહના પુત્ર માનવેન્દ્રસિંહને બાડમેરથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં સંભલની બેઠક પરથી જે.પી.સિંહ, શાહજહાંપુરથી બ્રહ્મસ્વરૂપ સાગર, ઝાંસીથી શિવશરણ કુશવાહા, ફુલપુરથી પંકજ નિરંજન, મહારાજગંજથી તનુશ્રી ત્રિપાઠી અને દેવરિયાથી લિયાઝ અહેમદને ટિકિટ આપવામાં આવી છે.
 


આ ઉપરાંત રાજસ્થાનના ટોંક સવાઇ માધોપોરની બેઠક પરથી નમોનારાયણ મીણા, ઉંદયપુરથી રઘુવીર મીણા અને અન્ય કેટલાક નેતાઓને ટિકિટ મળી છે. જયપુરથી પૂર્વ મેયર જ્યોતિ ખંડેલવાલને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે જે ૩૧ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે તે તમામ બેઠકો પર ર૦૧૪માં ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો.  અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે આ ૧૩મી યાદી જાહેર કરી છે. 

 

 

 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Chif minster Rajasthan lok sabha election Lok Sabha Elections 2019

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ