બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / arjun kapoor sanjay dutt starer film panipat official trailer will leave you impressed
ADVERTISEMENT
જોરદાર પોસ્ટર બાદ ફિલ્મનું ટ્રેલર પણ આશા પર ખરું ઊતરતું જોવા મળી રહ્યું છે. ટ્રેલરમાં અર્જુનથી લઇને સંજય દત્ત અને કૃતિ સેનન જોરદાર ડાયલૉગ્સ આપતા નજરે આવી રહ્યા છે. આ ઝલકમાં જોવા મળતી સીજીઆઇ ઇફેક્ટ બિલકુલ વાસ્તવિક નજરે આવી રહી છે. તો બીજી બાજુ સીન્સની સાથે બેકગ્રાઉન્ડમાં ઉપયોગ કરવામાં આવેલું મ્યૂઝિક સીન્સની ઇન્ટેનસિટીને મહેસૂસ કરવામાં મદદ કરે છે.
આ પહેલી વખત છે કે જ્યારે અર્જુન કપૂર આ પ્રકરાની ઐતિહાસિક બેકગ્રાઉન્ડ વાળી ફિલ્મ કરી રહ્યો છે. એને જોતા ટ્રેલરમાં એનું પરફોમન્સ ઇમ્પ્રેસિવ નજરે આવી રહ્યું છે. સંજય દત્ત હંમેશાની જેમ શાનદાર જોવા મળી રહ્યો છે અને પોતાના કિરદારને પરફેક્શનની સાથે નિભાવતો જોવા મળી રહ્યો છે. તો કૃતિ સૈનન પણ પોતાના કિરદારમાં જોરદાર રહી છે.
ADVERTISEMENT
જણાવી દઇએ કે ફિલ્મ 1761માં થયેલા પાણીપતની લડાઇ પર આધારિત છે. અર્જુન કપૂર મરાઠા સેનાના સેનાપતિ સદાશિવ રાવ ભાઉના રોલમાં જોવા મળશે તો સંજય દત્ત નેગેટિવ કિરદાર નિભાવતો પડદા પર અહમદ શાહગ અબ્દાલીના રૂપમાં જોવા મળશે. આ ફિલ્મ 6 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે. આ પીરિયડ ફિલ્મ આશુતોષ ગોવારિકરે ડિરેક્ટ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.