બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:40 AM, 10 January 2026
iPhoneની પાછળ આખી દુનિયા દિવાની છે, દુનિયાભરમાં iPhone નો ક્રેઝ કોઇથી છુપાયેલો નથી. પરંતુ જ્યારે વાત કિંમતની આવે છે ત્યારે ભારતમાં આઇફોનની કિંમત ભલભલાના પરેસોવો છોડાવી દે છે. ભલે કંપની ભારતમાં ફોનને અસેમ્બલ કરે છે પરંતુ પછી તમે કિંમતો પર નજર કરીએ તો તમે નોટિસ કરશો કે આઇ ફોનની કિંમત અમેરિકા, દુબઇ જેવા દેશો કરતા વધારે છે.
ADVERTISEMENT
iPhone 17 Proના 256 જીબી સ્ટોરેજ વેરિએન્ટની ભારતમાં કિંમત 1,34,900 રુપિયા છે, જ્યારે દુબઇમાં આ ફોનની કિંમત દુબઇમાં આ ફોનની કિંમત AED4699 (લગભગ 114990 રુપિયા)છે. ત્યાં યૂએસમાં આઇફોન 17 પ્રોના આ વેરિએન્ટની કિંમત $1099 (લગભગ 99048 રુપિયા) છે.
શું છે કારણ?
ADVERTISEMENT
ભારતમાં આઇફોનના અસેમ્બલ થવાથી હવે આઇફોનની ઇનપોર્ટ ડ્યુટી નહીં લાગે તેમ છતા કિંમત વધારે હોવા પાછળ ટેક્સ સ્ટ્રક્ચરનો હાથ છે. આઇફોન અસેમ્બલ ભલે ભારતમાં થઇ રહ્યો છે પરંતુ તેમ છંતા તેના વધારે પાર્ટ્સ જેવા કે ઓલેડ ડિસપ્લે, ચિપ્સ, કેમેરા મોડ્યુલ વગેરે બહારના દેશોમાંથી આવે છે. બહારના દેશોથી પાર્ટ્સ આવવા પર ભારે ઇનપોર્ટ ડ્યુટી લાગવાના કારણે પ્રોડક્શન કોસ્ટ વધી જાય છે.

ADVERTISEMENT
આ ઉપરાંત 18 ટકા જીએસટી પણ સ્માર્ટફોન્સ પર લગાવવામાં આવે છે જે ફોનના ફાઇનલ પ્રાઇઝમાં જોડે છે. માનો કે આઇફોનની કોસ્ટ જો 1,00,000 છે તો જીએસટી બાદ કિંમત 1,18,000 રુપિયા થઇ જશે. આઇફોનમાં લાગનારી જીએસટી જેવા ટેક્સ ફોનની કિંમતમાં વધારો કરે છે. જેના કારણે બીજા દેશોની સરખામણીમાં ભારતમાં આઇફોનની કિંમત વધે છે.
iPhone ની ભારતમાં અસેમ્બલ Tata Electronics, Foxconn અને Pegatron ની ફેક્ટ્રીમાં હોય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આખો આઇફોન જ ભારતમાં તૈયાર થાય છે. અસેમ્બલ અને મેન્યુફેક્ચરિંગમાં અંતર છે, ફોન માટે જરુરી અમુક પાર્ટ્સ વિદેશથી આવે છે. હાલ ભારતમાં અસેમ્બલિંગ હોય છે જેનાથી ટ્રેક્સમાં કંઇ ખાસ ફરક પડતો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.