ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / Apple Drops to Fourth in Global Smartphone Shipments

રિપોર્ટ / સ્માર્ટફોનમાં એપલનો દબદબો ઘટ્યો : વેચાણમાં વીવો પણ તેનાથી આગળ

Published By: Kavan

Last Updated: 12:28 AM, 10 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્માર્ટફોનના માર્કેટમાં દુનિયાની ટોચની કંપની એપલની પીછેહઠ થઇ છે.2019ના બીજા કવાર્ટરના આંકડા બતાવે છે કે એપલ ચોથા સ્થાને આવી ગઇ છે.એપલ માટે વધુ ચિંતાની વાત એ છે કે ચીનની ઓપ્પો કંપની એપલને ઓવરટેક કરીને ત્રીજા સ્થાને આવી ગઇ છે.

ADVERTISEMENT

પહેલા નંબર પર હજુ સેમસંગનો દબદબો છે.જયારે બીજી નંબરે ચીનની જ જાયન્ટ કંપની હુઆવે છે.દુનિયાના ટોપ સ્માર્ટફોન મેકર્સના આઇએચએસ માર્કેટ લિસ્ટ મુજબ એપલ સ્માર્ટફોન માર્કેટમાં તેનો દબદબો ગુમાવી રહી છે. 

જૂના Iphone/iPad યૂઝર્સ ઊઠાવો આ સ્ટેપ નહીં તો ફોનમાં આવશે આ સમસ્યા

આઇએચએસ ડેટા મુજબ 2019ના બીજા કવાર્ટરમાં જુન સુધીમાં 3.62 કરોડ ફોન તો  સેમસંગે 7.51 અને હુઆવેએ 5.87 કરોડ ફોન વેચ્યા હતા.દુનિયાભરમાં વેચાતા સ્માર્ટફોન પૈકી સેમસંગના 23 ટકા અને 18 ટકા ફોન હુઆવેના હતા.ફોનના વેચાણના આંકડા મુજબ ટોપ ટેનમાં પાંચમા નંબરે ચીનની કંપની શાયોમી,છઠ્ઠા નંબરે વીવો,સાતમા નંબરે એલજી,આઠમા નંબરે મોટોરોલા,નવમા નંબરે ટેકનો અને દસમાં નંબરે ટીસીએલ-અલ્કાટેલ છે.

Apple  ના ચાર સ્માર્ટફોનનું ભારતમાં વેંચાણ બંધ, iPhone માટે ખર્ચ કરવા પડશે વધારે રૂપિયા

આઇફોનના વેચાણમાં 11.8 ટકાનો ઘટાડો થયો છે.આ અંગે નિષ્ણાતો કહે છે કે દુનિયાભરમાં વિશાળ માર્કેટ છતાં એપલ સસ્તા ફોન બનાવતું નથી.જયારે સેમસંગ અને ચાઇનીઝ કંપનીઓએ અનેક લેટેસ્ટ ફિચર્સ સાથેના મીટ રેન્જ ફોન માર્કેટમાં મુકીને જોરદાર ફાયદો મેળવ્યો છે.

છેલ્લા બે-ત્રણ વર્ષમાં એન્ડ્રોઇડ ફોનના લેટેસ્ટ હાર્ડવેર અને સોફટવેરે આઇફોનના હાર્ડકેર ચાહકોને પણ આકર્ષ્યા છે.આઇફોનની સતત વધતી જતી કિંમત અને ડિઝાઇન અને સોફટવેરમાં ધીમા ચેન્જના કારણે આઇફોનના ચાહકો પણ હવે તેમનો ફોન જલ્દી બદલતાથી કે પછી અપગ્રેડ કરતા નથી તેનો પણ અસર એપલના વેચાણ પર પડી રહી છે. આઇફોનના સૌથી સસ્તા આઇફોન 10 એકસઆરની કિંમત પણ કેટલીક અન્ય કંપનીઓના હાઇએન્ડ ફલેગશીપ ફોન જેટલી અથવા તો તેનાથી પણ વધુ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Samsung huawei iPhone global shipments iphone ગુજરાતી ન્યૂઝ Report

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ