ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી બોલીવુડની પસંદગીની જોડીઓ માંથી એક છે. બંનેના ફોટો અથવા વીડિયો, સોશ્યલ મીડિયા પર છવાયેલા રહે છે. હાલના દિવસોમાં બધાનું ફેવરિટ કપલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ભૂટાનમાં વેકેશન માણી રહ્યા છે. અનુષ્કા શર્માએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન વિરાટ કોહલીથી જોડાયેલો ખુલાસો કર્યો છે. અનુષ્કા શર્માએ જણાવ્યું કે જો એ વિરાટ કોહલીના કપડા પહેરે છે, તો એ ખૂબ ખુશ થાય છે.
ઇન્ટરવ્યૂમાં પોતાના અને વિરાટ કોહલી માટે વાત કરતાં અનુષ્કા શર્માએ કહ્યું કે ઘણી વખત એ પોતાની પતિની ચીજોનો ઉપયોગ કરે છે, જેમ કે વિરાટનું કબાટથી ટીશર્ટ, જેકેટ્સ અને ઘણી ચીજોનો ઉપયોગ કરવો, એને જણાવ્યું કે એ એવું એટલા માટે કરે છે કારણ કે વિરાટને એનાથી વધારે ખુશી મળે છે. આટલું જ નહીં જો અનુષ્કા શર્મા કેપ્ટન વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્માએ ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન બાદથી જ એના ફોટો અને વીડિયો સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી દીધા હતા. જો કે બંને ઘણી વખત પોતાના ક્યૂટ ફોટોઝથી ફેન્સનું દિલ જીતી લે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
તો વર્ક ફ્રંટની વાત કરીએ તો અનુષ્કા શર્મા હાલ ફિલ્મોથી દૂર નજરે આવી રહી છે. એ છેલ્લી વખત ઝીરોમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અનુષ્કા શર્માની સાથે કેટરીના કેફ અને બોલીવુડના કિંગ શાહરૂખ કાન મુખ્ય ભૂમિકામાં નજરે આવ્યો હતો. જો કે આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર વધારે કમાલ કરી શકી નહતી. આ ઉપરાંત એક્ટ્રેસ તાજેતરમાં જ પોતાની એક પોસ્ટને લઇને ખૂબ ચર્ચામાં આવી ગઇ હતી. વાસ્તવમાં આ પોસ્ટ દ્વારા અનુષ્કા શર્માએ પૂર્વ વિકેટ કીપર ફારુખ એન્જીનિયરના એ દાવા પર નારાજગી વ્યક્ત કરી હતી, જેમાં એમને કહ્યું હતું કે વર્લ્ડ કપ 2019 દરમિયાન ભારતીય સિલેક્ટર્સે અનુષ્કા શર્માને ચા આપી હતી.
સંકળાયેલા મુદ્દાઓ