ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વડોદરાના સમાચાર / Anger among parents over private school fee collection, made this demand to the government.

વિરોધ / ખાનગી શાળાઓની ફી ઉઘરાણીને લઈને વાલીઓમાં રોષ, સરકાર પાસે કરી આ માંગણી..

Published By: Nirav

Last Updated: 08:33 PM, 28 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના ને પગલે હાલમાં દેશમાં હાલમાં ઓફલાઇન શિક્ષણ બંધ છે. ઓનલાઈન શિક્ષણની અમુક વ્યવસ્થાઓ કરાઇ છે પરંતુ તે પૂરતી તો નથી જ. ત્યારે નવા સત્રમાં શાળાઓમાં ફીનો મુદ્દો ગાજ્યો છે. રાજ્યની ખાનગી શાળાઓ ફીની પઠાણી ઉઘરાણી કરી રહી છે, ત્યારે સરકાર શું કામ આંખ આડા કાન કરે છે? તેવો લોકોનો વિરોધ છે.

ADVERTISEMENT

  • ખાનગી શાળાઓમાં 25 ટકા ફી ઘટાડવાની માગ
  • વાલીઓની એક જ વાત સ્કૂલ નહી તો ફી નહી
  • દાદાગીરી કરનાર શાળાઓ સામે સરકાર કેમ નથી ભરતી પગલાં?

 રાજ્યમાં હાલમાં ઓફલાઇન શિક્ષણ સંપૂર્ણપણે બંધ છે, ત્યારે નવા શૈક્ષણિક સત્રને લઈને વાલીઓ કન્ફ્યુઝ્ડ છે. સરકાર શાળાઓ ખોલવા અંગેની મજૂરી આપશે કે કેમ? તે બાબતે કોઈ જ સ્પષ્ટીકરણ તંત્ર દ્વારા કરાઈ રહ્યા નથી. હજી કેટલાં સમય સુધી શાળાઓ બંધ રહેશે તે બાબતે કોઈ જ સ્પષ્ટ ખુલાસો આપી શકે તેમ નથી. ત્યારે રાજ્યની કેટલીક ખાનગી શાળાઓ દ્વારા આખા સત્રની ફી લેવામાં આવી રહી છે. શિક્ષણ પ્રભાવિત થતાં છતાં તેઓ ફીમાં ઘટાડો કરવા તૈયાર નથી. 

શાળા FRC દ્વારા નક્કી કરેલી ફી કરતા વધુ ફી ઉઘરાવે છે

કોરોના સંકટ અને લોકડાઉનના કારણે પહેલાથી જ લોકોની આર્થિક મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે, ઘણાં ખરા લોકોના રોજગાર પણ છીનવાઈ ગયા છે. નોકરીઓ લુપ્ત થતી જઈ રહી છે. દેશનો સામાન્ય મધ્યમ વર્ગ એક જ આશા સાથે જીવતો હોય છે કે તેમના સંતાનો ઉચ્ચ શિક્ષણ મેળવે અને તેમની લાઇફસ્ટાઈલ તેમના જેવી ન થાય. આના માટે તેઓ મોંઘી ફી છતાં સારા શિક્ષણના સ્વપ્ન માટે બાળકોને ખાનગી શાળામાં ભણવા માટે મૂકતા હોય છે. 

ખાનગી શાળાઓ કરી રહી છે પઠાણી ઉઘરાણી

પરંતુ ખાનગી શાળાના સંચાલકોમાં જાણે કે શિક્ષણની જગ્યાએ માત્ર વેપાર જ કરવાની વૃત્તિ જાગી ગઈ હોય તેમ આ વાલીઓના દુઃખ, દર્દને સમજ્યા વિના આડેધડ ફી ઉઘરાવાઈ રહી છે. મોટા ભાગની સ્કૂલો દ્વારા હાલમાં શિક્ષણ કાર્ય બંધ હોવા છતાય ફીમાં કોઈ જ ઘટાડો કરવામાં આવ્યો નથી, અને ફી ની પઠાણી ઉઘરાણીની રાવ તો પહેલા પણ સરકાર સમક્ષ ઉઠી ચુકી છે. તો શા માટે સરકાર દરમિયાનગીરી કરીને વાલીઓને આ દાદાગીરીમાંથી મુક્ત નથી કરાવી રહી તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. vtv સમક્ષ વાલીઓએ આ વ્યથા ઠાલવી હતી. 

25 ટકા ફી ઘટાડાની વાલીઓની માંગણી 

અમદાવાદ અને વડોદરામાં ખાનગી ઘણી ખાનગી શાળાઓ ફી માટે દબાણ કરી રહી હોવાની વાત સામે આવી છે. અમદાવાદમાં તો એવા પણ આક્ષેપ થયા હતા કે સરકારની FRCએ નક્કી કરેલી રકમ કરતા પણ શાળાઓ વધુ ઉઘરાણી કરી રહી છે. ખાસ કરીને વાલીઓએ આ સમયમાં ફીમાં ઓછામાં ઓછો 25 ટકા ઘટાડો કરે તેવી માંગણી લોકો દ્વારા કરવામાં આવી છે.વડોદરામાં પણ લોકો આ જ માંગણી કરી રહ્યાં છે. ગુજરાત પબ્લિક સ્કુલના વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સામે વિરોધ નોંધાવ્યો હતો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Education FRC ahmedabad gujarat vadodra અમદાવાદ કોરોના ગુજરાત ફી વડોદરા OPPOSED

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ