બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાત / બોલિવૂડ / Anant Radhika Wedding Ambani taught Dhoni garba jamnagar videos go viral
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન આ દિવસોમાં ચર્ચામાં છે. અનંત 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લેવા જઈ રહ્યો છે. લગ્ન પહેલા, કપલે 1 થી 3 માર્ચ સુધી તેમના પ્રી-વેડિંગ ફંક્શન્સનું આયોજન કર્યું છે, જેમાં વિશ્વભરના સ્ટાર્સ અને ઘણી હસ્તીઓ હાજરી આપી રહી છે. એવામાં હાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીના બીજા દિવસની તસવીરો અને વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
All 3 Khans are performing together on Naatu Naatu at #AnantRadhika pre-wedding celebration event 🥹❤️🩹
— ᴀʟɪ ꜱʀᴋɪᴀɴ (@itz_hasnain_22) March 3, 2024
Khan's >>>>> Bollywood #ShahRukhKhan #SalmanKhan #AmirKhan#AmbaniPreWeddingpic.twitter.com/xMF3t3zWDs
ADVERTISEMENT
જાણીતું છે કે ફંક્શનના પહેલા દિવસે 1 માર્ચની સાંજે, પોપ સેન્સેશન રીહાનાએ અદભૂત પર્ફોમન્સ આપ્યું હતું. જેના ઘણા વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને બીજા દિવસે અંબાણીની આ પાર્ટીમાં દરેક મહેમાનો ખૂબ મોજ માણતા નજર આવ્યા હતા.
ADVERTISEMENT
3 દિવસના ફંક્શનમાં અનંત-રાધિકાના પ્રી-વેડિંગના બીજા દિવસે એક સંગીત અને ગરબા નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બૉલીવુડ સેલિબ્રિટી ગરબા કરતાં પણ જોવા મળ્યા હતા. પ્રી-વેડિંગ પાર્ટીના બીજા દિવસના ઘણા ઇનસાઈડ વિડીયો વાયરલ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીના સ્ટાર્સની હાજરી જોવા મળી હતી. આ ઉજવણીનો ભાગ બનવા માટે શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન પણ શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા. પ્રી-વેડિંગના બીજા દિવસે શાહરૂખ ખાન, આમિર ખાન અને સલમાન ખાને એકસાથે જબરદસ્ત ડાન્સ કર્યો હતો.
ADVERTISEMENT
એ બાદ મ્યુઝિક નાઈટમાં દિલજીત દોસાંઝ પણ તેના ચાર્ટબસ્ટર ગીતો પર પરફોર્મ કરતો જોવા મળ્યો હતો. આ સિવાય પ્રેગ્નન્સીની જાહેરાત બાદ દીપિકા પાદુકોણ-રણવીર સિંહ પણ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં ગરબા કરતા જોવા મળ્યા હતા. પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણનો આ ડાન્સ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
MS Dhoni learning and enjoying Garba at Anant Ambani and Radhika Merchant's pre-wedding function. pic.twitter.com/PpvFCMYfCo
— Abhishek Ojha (@vicharabhio) March 3, 2024
વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એમએસ ધોની, પત્ની સાક્ષી અને ડીજે બ્રાવો ગઈકાલે રાત્રે અંબાણીના પ્રી-વેડિંગમાં ગરબાની મજા માણી રહ્યાં છે. બીજા વીડીઓમાં જોઈ શકાય છે એક આકાશ અંબાણી માહીને ગરબા શીખવી રહ્યો છે.
MS Dhoni, Sakshi and DJ Bravo enjoying Garba at the Ambani pre-wedding last night.
— Vibhor (@dhotedhulwate) March 3, 2024
This is so wholesome 🫶🏻💛#CricketTwitter #MSDhoni𓃵 pic.twitter.com/htvgnrQeIR
આ પહેલા ઈવાંકા ટ્રમ્પનો પણ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તે સંગીત નાઈટ પહેલા ગરબા શીખી રહી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.