બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:51 PM, 13 November 2024
ADVERTISEMENT
આ સૃષ્ટિ પર અનેક એવા જીવો છે જેના વિશેના કેટલાક ફેકટ જાણીને નવાઈ લાગે છે. જેમાં કીડી પણ એક એવો જીવ છે. તે તેની વિશેષ લાક્ષણિકતાઓ માટે જાણીતી છે. જેમાં તેની એક મુખ્ય ખાસીયત એ છે કે, તે ક્યારેય સૂતી નથી. તે માત્ર નાના નાના બ્રેક લે છે. કીડીના શરીરમાં લગભગ અઢી લાખ મસ્તિષ્ક કોશિકાઓ હોય છે. આ કોશિકાઓ દ્વારા કીડી તેના મગજને સતત ચલાવતી રહે છે. તેના મગજને ચલાવવા માટે તેને ઊંઘની જરૂર નથી પડતી.
ADVERTISEMENT
કીડીઓ વજન ઉપાડવાની બાબતમાં પણ ખાસ હોય છે. કીડીઓ પોતાના વજનથી 20 ગણું વધારે વજન ઉપાડી શકે છે. જો માણસ સાથે તેની તુલના કરવામાં આવે તો એક વ્યક્તિ કાર ઉપાડી શકે તેટલી ક્ષમતા કીડીમાં હોય છે. કીડીઓ સંગઠિત સમાજમાં રહે છે, જેને આપણે "કુટુંબ" અથવા "કોલોની" કહીએ છીએ. તેમની આખી વસાહત ખૂબ જ અનુશાસિત અને સામૂહિક વ્યવસ્થામાં કામ કરે છે, જ્યાં દરેક કીડીનું પોતાનું કામ ફિક્સ હોય છે. કીડીઓને એકલા રહેવાનું બિલકુલ પસંદ નથી કરતી તે સામાજિક જીવ હોય છે.
ઉલ્લેખનીય છે કે, કીડીઓને કાન પણ નથી હોતા. કીડીઓ તેના પગની મદદથી જમીનમાં કંપન અનુભવીને સાંભળે છે. કીડીઓના ઘૂંટણ અને પગમાં કેટલાક ખાસ સેન્સર હોય છે જેના મદદથી તે નજીકની હિલચાલની ઓળખ કરી લે છે.
કીડીઓ હંમેશા તેમની કોલોનીમાં રહે છે, જે એક સંગઠિત અને સામૂહિક સમાજ હોય છે. દરેક કીડીનું પોતાનું વિશેષ કામ હોય છે. જેમાં રાણી કીડી પ્રજનન કરે છે તો નર કીડીઓ પ્રજનન કરાવા માટે હોય છે. આ કોલોનીમાં મજૂર કીડીઓ ખોરાક લાવે છે, તેમનું મકાન બનાવે છે અને તેમના બચ્ચાંઓની સંભાળ રાખવાનું કામ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.