ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / અમેરિકાના H-1B વિઝા વચ્ચે જર્મનીથી ભારતીયો માટે આવી ખુશખબર, જાણીને ખુશ થઇ જશો

ગુડ ન્યૂઝ / અમેરિકાના H-1B વિઝા વચ્ચે જર્મનીથી ભારતીયો માટે આવી ખુશખબર, જાણીને ખુશ થઇ જશો

Published By: Nirav Kumar

Last Updated: 02:54 PM, 24 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની માઈગ્રેશન પોલિસીને કડકાઈથી અમલમાં મૂકી રહ્યા છે, જેને લઈ ભારતીયોને અસર થવાની છે. પરંતુ આ દરમિયાન જર્મનીએ તેમના દેશમાં ભારતીયોને નોકરી કરવા માટે આહવાન કર્યું છે.

ADVERTISEMENT

અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસને H-1B વિઝા ફીમાં નોંધપાત્ર વધારો કર્યા બાદ વિઝા પસંદગીમાં લોટરી સિસ્ટમને ખતમ કરીને 'સેલરી અને સ્કીલ્સ આધારિત' સિસ્ટમ અપનાવવાનો નિર્ણય લીધો છે. જેનાથી નાના સંગઠનો પર અસર થવાની છે. આ સાથે ભારતીય IT કંપનીઓ અને પ્રોફેશનલ્સની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. આ દરમિયાન, જર્મની તરફથી ભારતીયો માટે રાહતના સમાચાર આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં જર્મન રાજદૂત ડૉ. ફિલિપ એકરમેને ભારતીયોને ખાસ ગણાવતા મંગળવાર 23 સપ્ટેમ્બર 2025ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમને કહ્યું હતું કે, "જર્મનીમાં ભારતીય કામદારોને લઇ વાત કરવાનો આ એક સારો મોકો છે. જર્મનીમાં સૌથી વધુ કમાણી કરનારાઓમાં ભારતીયો સામેલ છે."

  • જર્મનો કરતા ભારતીયો કમાય છે વધુ
    ડૉ. ફિલિપ એકરમેને જણાવ્યું હતું કે, "એવરેજ રીતે જોવા જઈએ તો જર્મનીમાં ભારતીયો જર્મનો કરતા વધુ કમાય છે, અને આ સારી બાબત છે. કેમ કે, ઊંચા પગારનો મતલબ એ થાય કે ભારતીયો જર્મનીમાં વધુ મહેનત કરે છે. તેઓ અન્ય કરતા જર્મન સમાજમાં વધુ યોગદાન આપે છે."
  • "અમે રાતોરાત નિયમ નથી બદલતા"
    તેમને અમ પણ કહ્યું હતું કે, "અમે મહેનત કરવામાં માનીએ છીએ આથી અમે બેસ્ટ લોકોને બેસ્ટ નોકરીઓ આપીએ છીએ. અમારી માઈગ્રેશન પોલિસી જર્મન કાર જેવી છે - વિશ્વસનીય, આધુનિક અને ભારોષા પર ખરી ઉતારનારી. અમારી પોલિસી એકદમ ક્લીયર અને સ્પષ્ટ છે, જેમાં કોઈ અટપટી બાબત નથી." તેમને અમેરિકાનો ઉલ્લેખ કર્યા વગર જણાવ્યું કે, "અમે રાતોરાત નિયમો નથી બદલતા."


વધુ વાંચો : હવે આ આધાર પર જ મળશે H-1B વિઝા, પ્રોસેસમાં મસમોટો ફેરફાર, વાંચે ભારતીયો

  • વેબસાઇટ પણ કરી શેર
    ડૉ. ફિલિપ એકરમેને એમ પણ કહ્યું હતું કે, "દરેક ઉચ્ચ કુશળ ભારતીયોને મારુ આહવાન છે કે,  જર્મની આવો. જર્મની તેની સ્થિર માઈગ્રેશન પોલિસી તથા IT, મેનેજમેન્ટ,વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રોમાં ભારતીયો માટે ઉત્તમ નોકરીની તકોને કારણે એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે." જર્મનીમાં નોકરી માટે તેમને એક વેબસાઇટની લિંક પણ શેર હતી. આ https://linktr.ee/germanyinindia વેબસાઇટ પર જઈને જર્મનીમાં નોકરી મેળવવાનો પ્રયાસ કરી શકાય છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Migration Policy German Ambassador Donald Trump

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ