ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠક મળી છે તેમજ કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટીને 5 તેમજ અન્યના ખાતામાં 4 બેઠક ગઈ છે. પરંતુ નવસારીની વાંસદા(ST) બેઠક પર ભાજપને કોંગ્રેસે પાછળ મૂકી છે. કોંગ્રેસનાં ઉમેદવાર અનંત પટેલે વાંસદા-177 બેઠક અનુસૂચિત જનજાતિ (ST) અનામત સીટ પર જીત મેળવી છે. વાંસદા બેઠક પર ભાજપની હાર થતા સંગઠનમાં રાજીનામાનો દોર શરૂ થયો છે.
વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં નવસારીની વાંસદા(ST) બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો, કારણ કે આ વખતે અહીં ભાજપ, કોંગ્રેસ તેમજ AAP પાર્ટીએ પણ પોતાના ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા જેમાં ભાજપે પિયુષ પટેલને રાજકીય મેદાને ઉતાર્યા હતા. અનંત પટેલને કોંગ્રેસે પોતાના ઉમેદવાર બનાવ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીએ પંકજ પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યા હતાં. વાંસદા વિધાનસભા બેઠક પર ભાજપના પિયુષ પટેલ અને AAPના પંકજ પટેલને કોંગ્રેસી ઉમેદવાર અનંત પટેલે હરાવ્યા હતા.
વાંસદા બેઠકના જાતિગત સમીકરણ
વાંસદા બેઠકમાં 141 ગામોનું સમાવેશ થાય છે જ્યાં જાતિગત સમીકરણો તપાસીએ તો, 90 ટકાથી વધારે વસ્તી આદિવાસી લોકોની છે જેમાં કુકણા પટેલ, ઢોડિયા પટેલનો સમાવેશ થાય છે. આ બેઠકમાં વાંસદા તાલુકો તેમજ ચીખલી અને ખેરગામના ગામોનું સમાવેશ થાય છે. વાંસદા વિધાનસભાના મત વિસ્તાર 2,99,622 મતદારો છે. જેમાં પુરૂષ મતદારો 1,47,177 તેમજ 1,52,445 સ્ત્રી મતદારો છે.
બેઠકનો રાજકીય ઈતિહાસ
આ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ 19 હજાર મતની લીડથી જત્યા હતાં. તેમને જણાવી દઈએ કે, 2017માં અનંતકુમાર પટેલ કોંગ્રેસના ઉમેદાવર જીત્યા હતા તેમજ કોંગ્રેસના કાળુભાઈ ચૌધરી 2012માં જીત્યા હતા અને 1972ની વાત કરીએ તો રતનભાઈ ગામિત કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. 1967માં પીએસપી નેતા આર.જી ગામિત જીત્યા હતાં. 1962ની ચૂંટણીમાં બહાદુરભાઈ પટેલ જીત્યા હતાં.