બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / વરસાદ પડતાં જ ગુજરાતમાં અહીં અફાટ સૌંદર્ય ખીલી ઉઠ્યું, ધોધમાં ફૂંકાયા પ્રાણ
Dinesh Chaudhary
Last Updated: 09:59 PM, 16 June 2025
ખેડૂતો આનંદો...કારણકે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભાવનગર, અમરેલી, સુરત, પોરબંદર સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. વરસાદ એટલો સારો હતો કે પહેલા જ વરસાદમાં નદી-નાળા છલકી ગયા અને ખેડૂતોની ખુશીનો પાર ન રહ્યો. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના કારણે ડાંગમાં નિષ્ક્રિય ધોધ જીવંત થયા છે
ADVERTISEMENT
ડાંગમાં નિષ્ક્રિય ધોધ જીવંત થયા
ADVERTISEMENT
ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના કારણે ડાંગમાં નિષ્ક્રિય ધોધ જીવંત થયા છે. આહવા-સાપુતારા માર્ગ પરનો ધોધ સક્રિય થતા રમણીય દ્રશ્યો નજરે પડ્યા છે. ડાંગમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: VIDEO: ગૃહમંત્રી અમિત શાહ સામે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અંજલીબેન, HMએ આપી હૈયાધારણા
વરસાદથી નદી નાળા છલકાયા
ADVERTISEMENT
તો આ તરફ અમરેલીના રાજુલામાં મુશળધાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી ઘાણો નદીમાં ઘોડાપુર આવ્યું છે. રાજુલાના વાવેરામાં આવવા-જવાનો રસ્તો બંધ થતાં કેટલાક લોકો ફસાયા છે. હનુમાન મંદિરે ફસાયેલા લોકોને બચાવવા માટે સ્થાનિક લોકોએ કવાયત હાથ ધરી હતી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.