બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / VIDEO: ગૃહમંત્રી અમિત શાહ સામે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અંજલીબેન, HMએ આપી હૈયાધારણા
Last Updated: 07:08 PM, 16 June 2025
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વિમાન દુર્ઘટનામાં દુ:ખદ અવસાન થયું હતું. જેમના મૃતદેહનો DNA મેચ થતાં તેમના મૃતદેહને રાજકોટ ખાતે તેમના નિવાસ્થાને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ તેમજ રાજકોટ વાસીઓ ઉપસ્થિત રહી પુષ્પાજલી અર્પી હતી તેમજ રૂપાણી પરિવારને હૈયા હૂંફ આપી હતી. તે સમયે સ્વ વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
ADVERTISEMENT
ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં અંજલિ રૂપાણી
ADVERTISEMENT
અંજલિ રૂપાણી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમને સાંત્વના આપી હતી. CM ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહ, સી આર પાટીલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત રાજકીય અનેક આગેવાનો તેમજ સગાસંબધીઓ અને રાજકોટવાસીઓ તેમના નિવાસ્થાને પહોંચીને વિજય રૂપાણીના પાર્થિવદેહને પુષ્પાજલી અર્પી શ્રદ્ધાંજલિ અર્પી હતી
"વિજયભાઈ અમર રહો"
ADVERTISEMENT
આ સમય દરમિયાન "વિજયભાઈ અમર રહો"ના નારા લાગ્યા હતા તેમજ લોકોએ ગુલાબની પાંખડીઓ-દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ આર્પી હતી. પાર્થિવદેહ ઘરે પહોંચતા જ વિજયભાઈ અમર રહો, જબ તક સૂરજ ચાંદ રહેગા વિજયભાઈ તુમ્હારા નામ રહેગા, ભારત માતા કી જયના નાદ ગુંજી ઉઠ્યા હતાં.
ADVERTISEMENT
આ પણ વાંચો: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ઠેર ઠેર ભારે પવન સાથે વરસાદ
સંપૂર્ણ સન્માન સાથે પાર્થિવદેહ સોંપવામાં આવ્યો હતો
ADVERTISEMENT
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેમનાં ધર્મપત્ની અને પુત્ર સહિતના પરિવારજનોને સંપૂર્ણ સન્માન સાથે સોંપવામાં આવ્યો હતો. સમગ્ર પ્રક્રિયા રાજ્યના પ્રોટોકોલ અનુસાર અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી. રાજ્ય સરકારે તેમના યુગદર્શી નેતૃત્વ, જાહેર જીવનમાં નૈતિકતા અને કરુણા, લોકહિતનાં કાર્યોને સ્મરણ કરી, તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનીની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્યસભા સાંસદ મયંક નાયક સહિત રાજકીય આગેવાનો, ઉચ્ચ અધિકારીઓ તેમજ અનેક સંસ્થાઓ -સમુદાયોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.