બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ઠેર ઠેર ભારે પવન સાથે વરસાદ
Last Updated: 04:18 PM, 16 June 2025
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો છે. અસારવા વિસ્તારમાં પવન સાથે વરસાદનું આગમન થયું છે. સિવિલ હોસ્પિટલની નજીકના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.
ADVERTISEMENT
સવારથી વરસાદી માહોલ છવાયો હતો
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો. વહેલી સવારે શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. પાલડી, અંજલી, જોધપુર, શાસ્ત્રીનગર, વેજલપુર, થલતેજ, સેટેલાઈટ, ઓઢવા વગેરે વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે.
ADVERTISEMENT
અંબાલાલની આગાહી
ગુજરાતની જનતા આતુરતાથી ચોમાસું બેસવાની રાહ જોઇ રહી છે. જો કે હવે રાહ જોવાનો સમય પુરો થયો છે. રાજ્યમાં આગામી 3 દિવસમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલે કરી છે. 17થી 19 જૂન સુધી તેમણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. માત્ર સૌરાષ્ટ્રજ નહીં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલની આગાહી છે.
ADVERTISEMENT

આ પણ વાંચો: LIVE: પૂર્વ CM વિજય રૂપાણીનો પાર્થિવદેહ રાજકોટ પહોંચ્યો, ભીની આંખે લોકો આપી રહ્યા છે છેલ્લી વિદાય
ADVERTISEMENT
આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
મધ્ય ગુજરાતના વડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. તો પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં પણ અતિભારે વરસાદની શક્યતા અંબાલાલે દર્શાવી છે. મહેસાણા, પાલનપુર, થરાદ, પાટણમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે. અંબાલાલે આગામી 26 જૂનથી 30 જુન અતિભારે વરસાદની આગાહી કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.