બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / પૂર્વ CM વિજય રૂપાણી અનંતયાત્રાએ, પંચમહાભૂતમાં વિલીન, ભીની આંખોએ અલવિદા
Vijay Rupani Funeral : 12 જૂનનો એ દિવસ કે જે ગુજરાત માટે ખરેખર કાળ સાબિત થયો છે. લગભગ 1:40 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેન ક્રેશની જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીટ નંબર 2D પર બેઠા હતા. આ ભયંકર પ્લેન ક્રેશમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું. મહત્વનું છે કે, પ્લેન ક્રેશના 70 કલાક પછી વિજય રૂપાણીનું DNA મેચ થયું હતું. આ તરફ હવે આજે એટલે કે 16 જૂન અને સોમવારે રાજકોટમાં રાજકીય સન્માન સાથે સ્વ. વિજય રૂપાણીની અંતિમવિધિ કરવામાં આવી છે.
Vijay Rupani Funeral : પ્લેન ક્રેશમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ આજે રાજકોટમાં રાજકીય સન્માન સાથે સ્વ.વિજય રૂપાણીની અંતિમવિધિ
વિજયભાઈ રૂપાણી પંચમહાભૂતમાં વિલીન
June 16, 2025 22:19
રાજકીય સન્માન સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમવિધિ કરાઈ છે, તેઓ પંચમહાભૂતમાં વિલીન થયા છે. વરસતા વરસાદમાં વિજયભાઈને વિદાય આપવા લોકોની ભારે ભીડ જામી હતી.
#WATCH | Rajkot | Last rites of Former Gujarat CM Vijay Rupani were performed. Union Home Minister Amit Shah, Gujarat Governor Acharya Devvrat and CM Bhupendra Patel are also present
— ANI (@ANI) June 16, 2025
The former CM lost his life in the Air India Plane crash in Ahmedabad on June 12 pic.twitter.com/6o2gZPohWu
પૂર્વ CM વિજય રૂપાણીની અનંતયાત્રાએ
June 16, 2025 22:07
પૂર્વ CM વિજય રૂપાણીની અનંતયાત્રાએ, અંતિમવિધિ શરૂ કરાઈ, ભીની આંખોએ અલવિદા.....
પૂર્વ CM વિજય રૂપાણીની અંતિમ યાત્રા રામનાથ પરા પહોંચી
June 16, 2025 21:54
પૂર્વ CM વિજય રૂપાણીની અંતિમ યાત્રા રામનાથપરા સ્મશાને પહોંચી છે, મોટી સંખ્યામાં લોકો અને રાજકીય નેતા ઉપસ્થિત.
અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ રામનાથ પરા સ્મશાને પહોંચ્યા
June 16, 2025 21:10
પૂર્વ CM વિજય રૂપાણીની અંતિમ યાત્રા થોડી વારમાં સ્મશાને પહોંચશે. અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ રામનાથ પરા સ્મશાને પહોંચ્યા છે
પૂર્વ CM વિજય રૂપાણીની અંતિમ યાત્રા
June 16, 2025 20:00
પૂર્વ CM વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ છે, જેમાં મોટી સંખ્યામાં લોકો અને રાજકીય નેતા જોડાયા છે. અંતિમયાત્રામાં વિજયભાઈ અમર રહોના નારા ગુંજી ઊઠ્યાં છે
પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયું
June 16, 2025 18:57
સંપૂર્ણ સન્માન સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયું, વરસાદ શરૂ થતાં લોકોએ કહ્યું કે, લોકોની સાથે સાથે આકાશ પણ રડ્યું'
પુષ્પાંજલિ અર્પી
June 16, 2025 18:26
રાજ્યપાલ, CM ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહ સહિતના નેતાઓએ સ્વ વિજય રૂપાણીજીને પુષ્પાંજલિ અર્પી છે
વિજય રૂપાણીનું પાર્થિવદેહ રાજકોટ ખાતે તેમના નિવાસસ્થાને પહોંચ્યો
June 16, 2025 17:48
વિજય રૂપાણીનું પાર્થિવદેહ તેમના નિવાસસ્થાને પહોંચ્યો છે. પાર્થિવદેહ ઘરે પહોંચતા જ વિજયભાઈ અમર રહો, જબ તક સૂરજ ચાંદ રહેગા વિજયભાઈ તુમ્હારા નામ રહેગા, ભારત માતા કી જયના નારા ગુજ્યાં હતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ રાજકોટ ખાતે પહોંચ્યા
June 16, 2025 17:35
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ રાજકોટ ખાતે પહોંચ્યા છે. વિજય રૂપાણીનું પાર્થિવદેહ લઈ થોડીવારમાં નિવાસસ્થાને પહોંચશે.
ગુલાબની પાંખડી અને દીપ પ્રગટાવી લોકોએ શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.
June 16, 2025 16:29
વિજય રૂપાણીના પાર્થિવ દેહને નિવાસસ્થાને લઈ જવાઈ રહ્યો છે. ત્યારે કુવાડવા રોડની બંને તરફ હજારો લોકો અંતિમ દર્શન માટે ઉમટ્યા છે. ગુલાબની પાંખડી અને દીપ પ્રગટાવી લોકોએ શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. ત્યારે લોકો ''વિજયભાઈ અમર રહો''ના નારા લગાવ્યા છે
પૂર્વ CM વિજય રૂપાણીનો પાર્થિવદેહ રાજકોટ પહોંચ્યો
June 16, 2025 15:39
પૂર્વ CM વિજય રૂપાણીનો પાર્થિવદેહ રાજકોટ પહોંચ્યો, ભીની આંખે લોકો આપી રહ્યા છે છેલ્લી વિદાય
રૂપાણી પરિવાર પાર્થિવદેહ સાથે ગ્રીનલેન્ડ ચોકડી પહોંચ્યો
June 16, 2025 15:01
આજે રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ તરફ હવે રૂપાણી પરિવાર પાર્થિવદેહ સાથે ગ્રીનલેન્ડ ચોકડી પહોંચ્યો છે.
સ્વ. વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે લાઈન લાગી
June 16, 2025 14:55
રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીએ મોટી સંખ્યામાં સ્થાનિક ભાજપના આગેવાનો પહોંચ્યા છે. આ તરફ ગ્રીનલેન્ડ ચોકડી ઓવરબ્રિજ પર સ્વ. વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે લાઈન લાગી છે.
પૂજિત રૂપાણી ટ્રસ્ટના બાળકોની આંખોમાં આંસુ, કહ્યું મિસ યુ સર
June 16, 2025 14:25
સ્વ. વિજય રૂપાણીએ પોતાના સ્વર્ગસ્થ પુત્ર પૂજિત રૂપાણી યાદમાં ટ્રસ્ટ બનાવ્યું હતું. આ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ અને આરોગ્ય તકો પૂરી પાડવામાં આવે છે. આ તરફ હવે જ્યારે વિજય રૂપાણીનો મૃતદેહ રાજકોટ પહોંચ્યો છે ત્યારે આ બાળકો "મિસ યુ સર" લખેલ બેનર સાથે સ્વ. વિજય રૂપાણીના પાર્થિવ દેહની રાહમાં ઉભા છે.
પાર્થિવ દેહ રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે પહોંચ્યો
June 16, 2025 14:22
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહ અમદાવાદથી રાજકોટ હીરાસર એરપોર્ટ પહોંચ્યો છે. આ તરફ શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ ખાતે પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપવાની તૈયારી કરાઇ છે.
રાજકોટમાં 1થી 4 વાગ્યા દરમિયાન વરસાદની આગાહી
June 16, 2025 14:01
આજે રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર થવાના છે. આ દરમિયાન હવે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. વિગતો મુજબ હવામાન વિભાગે આગામી ત્રણ કલાક એટલે કે 1થી 4 વાગ્યા સુધી માટે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, દીવ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, ભાવનગર, અમરેલી, દાદર અને નગર હવેલીમાં ભારે વરસાદને લઈને આગાહી કરી છે.
રાજકોટમાં કરાશે અંતિમ સંસ્કાર
June 16, 2025 13:35
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદથી રાજકોટ જવા પરિવાર રવાના થઈ ચૂક્યો છે. આ તરફ શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ ખાતે પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપવાની તૈયારી કરાઇ છે. આ સાથે ગ્રીનલેન્ડ ચોકડીએ મોટી સંખ્યામાં સ્થાનિક ભાજપના આગેવાનો પહોંચ્યા છે.
પૂર્વ CM સ્વ. રૂપાણીના મૃતદેહને લઈ પરિવાર રાજકોટ જવા રવાના
June 16, 2025 12:29
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદથી રાજકોટ વિમાનમાં લઈ પરિવાર રવાના થયો છે.
પરિવાર પાર્થિવદેહ લઈને એરપોર્ટ પહોંચ્યો
June 16, 2025 12:24
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદથી રાજકોટ વિમાનમાં લઈ જવામાં આવશે. આ તરફ હવે મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી સહિતના નેતાઓ પીએમ રૂમથી રવાના થયા છે. આ સાથેએરપોર્ટ પર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પહોંચ્યા છે. જ્યાં તેઓ પાર્થિવ દેહને પુષ્પાંજલિ કરશે. રૂપાણી પરિવાર વિજય રૂપાણીનો પાર્થિવ દેહને લઈ એરપોર્ટ પહોંચ્યો છે.
અમદાવાદ સિવિલમાં રૂપાણી પરિવારનું રોકકળ
June 16, 2025 12:14
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેન ક્રેશમાં નિધન બાદ આજે પાંચમાં દિવસે સ્વ. રૂપાણીના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે ત્યારે હવે સિવિલ હોસ્પિટલ રૂપાણી પરિવારની રોકકળથી ગુંજી ઉઠી છે. સિવિલમાં અન્ય મૃતકોના મૃતદેહને સોંપવાની કાર્યવાહી ચાલી રહી છે.
વિજય રૂપાણીના પાર્થિવ દેહને અહીંથી રાજકોટ લઈ જવાશે
June 16, 2025 12:11
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદથી રાજકોટ લઈ જવામાં આવશે.
#WATCH | Ahmedabad | Mortal remains of former Gujarat CM Vijay Rupani will be taken to Rajkot from here pic.twitter.com/oplqzXmm41
— ANI (@ANI) June 16, 2025
સ્વ. વિજય રૂપાણીના પાર્થિવ દેહને જોઈ અંજલિબેન ભાવુક થયા
June 16, 2025 12:08
આજે અમદાવાદ સિવિલ ખાતે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મૃતદેહને જોઈ તેમના પત્ની અંજલિબેન રૂપાણી ભાંગી પડ્યા હતા. આ દરમિયાન તેમના પુત્ર ઋષભ રૂપાણીએ તેમણે સાચવ્યા હતા.
#WATCH | Ahmedabad | Former CM Vijay Rupani's wife, Anjali Rupani, bids an emotional farewell to her husband pic.twitter.com/5FkneNWKG4
— ANI (@ANI) June 16, 2025
સ્વ. રૂપાણીનો પાર્થિવ દેહને મુખ્યમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ
June 16, 2025 11:52
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને અંતિમ શ્રદ્ધાંજલિ આપતા પુષ્પાંજલિ અર્પણ કરી.
#WATCH | Gujarat CM Bhupendra Patel lays a wreath as he pays last respects to former CM Vijay Rupani, who died in Air India plane crash pic.twitter.com/yJLvMrZxJ9
— ANI (@ANI) June 16, 2025
વિજય રૂપાણીનો પાર્થિવ દેહ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી બહાર લવાયો
June 16, 2025 11:52
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી બહાર લાવવામાં આવ્યો છે.
#WATCH | Mortal remains of former Gujarat CM Vijay Rupani, who died in Air India plane crash, at Ahmedabad Civil Hospital pic.twitter.com/nrVL02V7SA
— ANI (@ANI) June 16, 2025
સુરક્ષા વ્યવસ્થા અંગે ડીસીપી ક્રાઈમ પાર્થરાજ સિંહ ગોહિલનું નિવેદન
June 16, 2025 11:38
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર પહેલા શોભાયાત્રા માટે સુરક્ષા વ્યવસ્થા અંગે ડીસીપી ક્રાઈમ પાર્થરાજ સિંહ ગોહિકે કહ્યું કે, આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.તેથી જ રાજ્યભરના VIP લોકો અહીં આવશે. આ સંદર્ભમાં અમે અંતિમયાત્રાશોભાયાત્રા માટે નક્કી કરાયેલ મુખ્ય માર્ગ બંધ કરી દીધો છે. વિવિધ સ્થળોએ પૂરતી પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે અને અમે લોકોને અપીલ કરી છે ક, તેઓ તેમના વાહનો ફક્ત પાર્કિંગ જગ્યાઓમાં જ પાર્ક કરે.
#WATCH | Rajkot, Gujarat | On the security arrangements for the procession before the last rites of former CM Vijay Rupani, DCP Crime, Parthraj Singh Gohil says, "Today, the last rites of former Gujarat CM Vijay Rupani will be performed. That's why VIPs from across the state will… pic.twitter.com/rjDXS0yHvm
— ANI (@ANI) June 16, 2025
સ્વ. રૂપાણીનો પાર્થિવ દેહ થોડી ક્ષણોમાં સિવિલથી બહાર લવાશે
June 16, 2025 11:36
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેન ક્રેશમાં નિધન બાદ હવે આજે સ્વ.રૂપાણીના પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. વિગતો મુજબ હાલ રૂપાણીના મૃતદેહને સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે પોસ્ટમોર્ટમ રૂમમાં સ્વ. વિજય રૂપાણીના પુત્ર ઋષભ, પુત્રી રાધિકા અને પત્ની અંજલી રૂપાણી હાજર છે. આ તરફ હવે થોડીક મિનિટોમાં સ્વ. રૂપાણીનો પાર્થિવ દેહ થોડી ક્ષણોમાં સિવિલથી બહાર લવાશે.
#WATCH | Ahmedabad | Former CM, late Vijay Rupani's wife, Anjali Rupani, along with her son, Rushabh Rupani, arrive at the Ahmedabad Civil Hospital pic.twitter.com/7pLAoAtCc7
— ANI (@ANI) June 16, 2025
વિજય રુપાણીના નિધનથી તેમના અંગત સચિવ શૈલેષ માંડલિયા થયા ભાવુક
June 16, 2025 11:31
અમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું અવસાન થતાં સમગ્ર રાજ્યમાં શોકની લહેર છે ત્યારે તેમના અંગત સચિવ શૈલેષ માંડલિયા પણ ભાવુક થયા હતા. તેમની આંખોમાં પણ આસું આવી ગયા હતા.
વિજય રુપાણીના નિધનથી તેમના અંગત સચિવ શૈલેષ માંડલિયા થયા ભાવુક (અમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું અવસાન થતાં સમગ્ર રાજ્યમાં શોકની લહેર છે ત્યારે તેમના અંગત સચિવ શૈલેષ માંડલિયા પણ ભાવુક થયા હતા. તેમની આંખોમાં પણ આસું આવી ગયા હતા.)… pic.twitter.com/CUz4fl0pZL
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 16, 2025
વિજય રુપાણીના નિધનથી તેમના કમાન્ડો ભાવુક થયા
June 16, 2025 11:31
અમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું પણ અવસાન થયું છે. વિજય રુપાણીના અવસાનથી સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છે ત્યારે તેમના કમાન્ડો તરીકે 11 વર્ષ સુધી કામ કરેલા ગીરીભાઈ પણ વિજયભાઈના નિધનથી ભાવુક થયા હતા.
વિજય રુપાણીના નિધનથી તેમના કમાન્ડો ભાવુક થયા છે, જુઓ શું કહ્યું?
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 16, 2025
(અમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું પણ અવસાન થયું છે. વિજય રુપાણીના અવસાનથી સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છે ત્યારે તેમના કમાન્ડો તરીકે 11 વર્ષ સુધી કામ કરેલા ગીરીભાઈ પણ વિજયભાઈના નિધનથી… pic.twitter.com/U8ea5wkxBn
સ્વ.રૂપાણીને ફૂલો હતા પસંદ હવે ખાસ શબવાહિની તૈયાર
June 16, 2025 11:16
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં આકસ્મિક મૃત્યુ થતા તેમની અંતિમયાત્રા આજે રાજકોટ શહેરના રાજમાર્ગો ઉપરથી નીકળવાની છે. તેમની અંતિમયાત્રાને લઈને ખાસ શબવાહિની તૈયાર કરવામાં આવી છે. વિગતો મુજબ આ શબવાહિનીમાં રાજકોટ ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઊંટી, પુના તેમ અલગ અલગ જગ્યાએથી ફૂલો લગાવવામાં આવ્યા છે.
કાગવડ ખોડલધામ ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવ્યો
June 16, 2025 11:03
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર રાજ્ય સરકાર તરફથી એક દિવસીય રાજકીય શોક જાહેર કરાયો છે. આ તરફ હવે સૌરાષ્ટ્રના કાગવડ ખોડલધામ મંદિરના મુખ્ય દરવાજા પર પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે.
સ્વ. વિજય રૂપાણીનો મૃતદેહ 108 એમ્બ્યુલન્સમાં લઈ જવાશે
June 16, 2025 11:01
પ્રાથમિક વિગતો મુજબ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મૃતદેહ 108 એમ્બ્યુલન્સમાં રાજકોટ લઈ જવામાં આવશે.
હાલની સ્થિતિએ 47 મૃતદેહો પરિવારજનોને સોંપાયા
June 16, 2025 10:58
અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થવાની ઘટનામાં અત્યાર સુધીમાં 87 મૃતદેહોના DNA મેચ થયા છે. પ્રાથમિક વિગતો મુજબ DNA કરાયેલા 47 મૃતદેહો પરિવારજનોને સોંપાયા છે. એમ્બ્યુલન્સ સાથે પોલીસ એસ્કોર્ટ વાહન પણ મોકલાયા છે. હજુ અન્યના DNA મેચ કરવા અને મૃતદેહ સોંપવાની ચાલી કામગીરી રહી છે.
રુપાણી પરિવાર સિવિલ જવા રવાના
June 16, 2025 10:54
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી, પુત્ર ઋષભ રૂપાણી, પુત્રી રાધિકા રૂપાણી અને રૂપાણી પરિવારના સભ્યો ગાંધીનગરથી સિવિલ હોસ્પિટલ જવા રવાના થયા છે.
રૂપાણીની અંતિમવિધિનું શિડ્યુલ
June 16, 2025 10:48
અંતિમ વિધિ સાથે સાથે જોડાયેલો સંપૂર્ણ કાર્યક્રમ
June 16, 2025 10:48
સવારે 11 વાગ્યે ગાંધીનગર નિવાસ સ્થાનેથી પાર્થિવ દેહનો સ્વીકાર કરવા માટે તેમનો પરિવાર રવાના થશે. 11.30 વાગ્યે પાર્થિવ દેહનો સ્વીકાર કરશે. 11.30 થી 12.30 સિવિલ હોસ્પિટલથી એરપોર્ટ જવા રવાના થશે. 12.30 તેમના પાર્થિવ દેહને લઇને વિમાન રાજકોટ જવા રવાના થશે. બપોરે 2 થી 2.30 રાજકોટ એરપોર્ટથી ગ્રીન લેન્ડ ચોકડી સુધી પહોંચશે. 2.30 થી 04.00 વાગ્યા સુધી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ નિવાસ સ્થાને જવા માટે રવાના થશે. આ દરમિયાન ગ્રીનલેન્ડ ચોકડીથી, રણછોડદાસબાપુ આશ્રમ રોડ, બાલક હનુમાન ચોકથી કેડીથી સંત કબીર રોડથી સરદાર સ્કુલ પાસેથી પૂજીત રૂપાણી ટ્રસ્ટથી ભાવનગર રોડ થઇને પારેવડી ચોકથી કેસરીહિંદ પુલથી સીવીલ હોસ્પિટલથી ચૌધરી હાઇસ્કુલથી બહુમાળી ભવનથી જીલ્લા પંચાયત ચોકથી કિશાનપરા ચોકથી હનુમાનમઢી ચોક રૈયા રોડથી નિર્મલા કોન્વેન્ટ રોડથી પ્રકાશ સોસાયટી તેમનાં નિવાસ સ્થાને પહોંચશે. 4થી 5 વાગ્યા દરમિયાન પાર્થિવ દેહને નિવાસ સ્થાને દર્શન માટે મુકાશે.. ત્યાં તેમને સંપુર્ણ રાજકીય સન્માન આપવામાં આવશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યા બાદ તેમના સંપુર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
અંતિમ દર્શન અને અંતિમ યાત્રા માટે પાર્કિંગ વ્યવસ્થા
June 16, 2025 10:48
પાર્કિંગ-1
VVIP માટે કે.કે. શેઠ ફિઝિયોથેરાપી કોલેજના પાછળના ભાગે ઓમકાર એપાર્ટમેન્ટની સામેથી બાજુ પાર્કિંગ માટેતિરુપતિનગર શેરી નં.1ના ગેટથી પ્રવેશ.
પાર્કિંગ-2
નિર્મલા સ્કૂલની અંદરના ભાગે.
પાર્કિંગ-૩
સોજીત્રાનગરમાં આવેલા પાણીના ટાંકાના પાછળના ભાગે ખુલ્લા પ્લોટમાં.
પાર્કિંગ-4
વીરબાઈ મહિલા કોલેજ નિર્મલા રોડ ફાયર બ્રિગેડની સામે કોલેજના પાછળના ભાગે.
આ સ્થળોએ યોજાશે પ્રાર્થના સભા
June 16, 2025 10:48
સ્થળઃ રેસકોર્સ મેદાન(રાજકોટ)
તારીખઃ 17 જૂન, 2025
સમય: બપોરના 3.00 થી 6.00
સ્થળ: એક્ઝિબિશન સેન્ટર-હોલ નં1, હેલિપેડ ગ્રાઉન્ડ(ગાંધીનગર)
તારીખઃ 19 જૂન, 2025
સમય: સવારના 9.00 થી 12.00
સ્થળઃ ભાજપ પ્રદેશ કાર્યાલય(કમલમ-કોબા)
તારીખઃ20 જૂન,2025
સમય: સાંજના 4.00 થી 6.00
આજે રાજકોટમાં વિજય રૂપાણીની અંતિમ વિધિ
June 16, 2025 10:48
આજે એટલે કે 16 જૂન અને સોમવારે રાજકોટમાં રાજકીય સન્માન સાથે સ્વ. વિજય રૂપાણીની અંતિમવિધિ કરવામાં આવશે. આ પહેલાં સવારે પરિવારને પાર્થિવદેહ સોંપવામાં આવશે. બાદમાં પરિવાર એરપોર્ટ માર્ગે રાજકોટ પહોંચશે.