ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અંતિમ સફરે વિજય રૂપાણી: આજે અંતિમ વિધિ, રાજકોટ શોકમગ્ન, જાણો રૂટથી લઇને પ્રાર્થનાસભાનું શેડ્યૂલ

રાજકોટમાં શોક / અંતિમ સફરે વિજય રૂપાણી: આજે અંતિમ વિધિ, રાજકોટ શોકમગ્ન, જાણો રૂટથી લઇને પ્રાર્થનાસભાનું શેડ્યૂલ

Published By: Priykant Shrimali

Last Updated: 10:38 AM, 16 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vijay Rupani Funeral : પ્લેન ક્રેશમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ આજે રાજકોટમાં રાજકીય સન્માન સાથે સ્વ.વિજય રૂપાણીની અંતિમવિધિ

ADVERTISEMENT

Vijay Rupani Funeral : 12 જૂનનો એ દિવસ કે જે ગુજરાત માટે ખરેખર કાળ સાબિત થયો છે. લગભગ 1:40 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેન ક્રેશની જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીટ નંબર 2D પર બેઠા હતા. આ ભયંકર પ્લેન ક્રેશમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું. મહત્વનું છે કે, પ્લેન ક્રેશના 70 કલાક પછી વિજય રૂપાણીનું DNA મેચ થયું હતું. આ તરફ હવે આજે એટલે કે 16 જૂન અને સોમવારે રાજકોટમાં રાજકીય સન્માન સાથે સ્વ. વિજય રૂપાણીની અંતિમવિધિ કરવામાં આવશે. આ પહેલાં સવારે પરિવારને પાર્થિવદેહ સોંપવામાં આવશે. બાદમાં પરિવાર એરપોર્ટ માર્ગે રાજકોટ પહોંચશે.

રૂપાણીની અંતિમવિધિનું શિડ્યુલ

  • સવારે 11:30 વાગ્યે રૂપાણીનો પાર્થિવદેહ પરિવારને સોંપાશે
  • 12.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી હિરાસર એરપોર્ટ રવાના થશે.
  • O2.30 વાગ્યે રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પહોંચશે
  • 4.30 વાગ્યે નિર્મલા રોડના પરના નિવાસસ્થાને પહોંચશે
  • 04.30થી 5.00 વાગ્યા દરમિયાન અંતિમ દર્શન માટે રખાશે
  • 5થી 6 વાગ્યા દરમિયાન અંતિમ યાત્રા
  • 6.00 વાગ્યે રામનાથપરા સ્મશાન ખાતે અંતિમવિધિ

કયા પ્રકારે છે પાર્કિંગ વ્યવસ્થા ?

  • પાર્કિંગ-1
  • VVIP માટે કે.કે. શેઠ ફિઝિયોથેરાપી કોલેજના પાછળના ભાગે ઓમકાર એપાર્ટમેન્ટની સામેથી બાજુ પાર્કિંગ માટે તિરુપતિનગર શેરી નં.1ના ગેટથી પ્રવેશ.
  • પાર્કિંગ-2
  • નિર્મલા સ્કૂલની અંદરના ભાગે.
  • પાર્કિંગ-૩
  • સોજીત્રાનગરમાં આવેલા પાણીના ટાંકાના પાછળના ભાગે ખુલ્લા પ્લોટમાં.
  • પાર્કિંગ-4
  • વીરબાઈ મહિલા કોલેજ નિર્મલા રોડ ફાયર બ્રિગેડની સામે કોલેજના પાછળના ભાગે.

આ સ્થળોએ યોજાશે પ્રાર્થના સભા

  • સ્થળઃ રેસકોર્સ મેદાન(રાજકોટ)
  • તારીખઃ 17 જૂન, 2025
  • સમય: બપોરના 3.00થી 6.00
  • સ્થળ: એક્ઝિબિશન સેન્ટર-હોલ નં1, હેલિપેડ ગ્રાઉન્ડ(ગાંધીનગર)
  • તારીખઃ 19 જૂન, 2025
  • સમય: સવારના 9.00થી12.00
  • સ્થળઃ ભાજપ પ્રદેશ કાર્યાલય(કમલમ-કોબા)
  • તારીખઃ20 જૂન,2025
  • સમય: સાંજના 4.00થી 6.00

આ પણ વાંચો : VIDEO : આ વાતના અપશુકન થયાં એટલે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું! વાયરલ વીડિયોથી મચી સનસની

અંતિમ વિધિ સાથે સાથે જોડાયેલો સંપૂર્ણ કાર્યક્રમ

સવારે 11 વાગ્યે ગાંધીનગર નિવાસ સ્થાનેથી પાર્થિવ દેહનો સ્વીકાર કરવા માટે તેમનો પરિવાર રવાના થશે. 11.30 વાગ્યે પાર્થિવ દેહનો સ્વીકાર કરશે. 11.30 થી 12.30 સિવિલ હોસ્પિટલથી એરપોર્ટ જવા રવાના થશે. 12.30 તેમના પાર્થિવ દેહને લઇને વિમાન રાજકોટ જવા રવાના થશે. બપોરે 2 થી 2.30 રાજકોટ એરપોર્ટથી ગ્રીન લેન્ડ ચોકડી સુધી પહોંચશે. 2.30 થી 04.00 વાગ્યા સુધી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ નિવાસ સ્થાને જવા માટે રવાના થશે. આ દરમિયાન ગ્રીનલેન્ડ ચોકડીથી, રણછોડદાસબાપુ આશ્રમ રોડ, બાલક હનુમાન ચોકથી કેડીથી સંત કબીર રોડથી સરદાર સ્કુલ પાસેથી પૂજીત રૂપાણી ટ્રસ્ટથી ભાવનગર રોડ થઇને પારેવડી ચોકથી કેસરીહિંદ પુલથી સીવીલ હોસ્પિટલથી ચૌધરી હાઇસ્કુલથી બહુમાળી ભવનથી જીલ્લા પંચાયત ચોકથી કિશાનપરા ચોકથી હનુમાનમઢી ચોક રૈયા રોડથી નિર્મલા કોન્વેન્ટ રોડથી પ્રકાશ સોસાયટી તેમનાં નિવાસ સ્થાને પહોંચશે. 4થી 5 વાગ્યા દરમિયાન પાર્થિવ દેહને નિવાસ સ્થાને દર્શન માટે મુકાશે.. ત્યાં તેમને સંપુર્ણ રાજકીય સન્માન આપવામાં આવશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યા બાદ તેમના સંપુર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Vijay Rupani Funeral Ahmedabad plane crash

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ