બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / VIDEO : આ વાતના અપશુકન થયાં એટલે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું! વાયરલ વીડિયોથી મચી સનસની
Last Updated: 10:12 AM, 16 June 2025
2015માં ભારતે અનેક વિનાશક ઘટનાઓનો સામનો કરવો પડ્યો, જેમાં પહેલગામ ઘટના, પાકિસ્તાન સાથેની અથડામણ, બેંગલુરુ અને મહાકુંભમાં તાજેતરમાં થયેલી ભાગદોડ, મુંબઈ ટ્રેન દુર્ઘટના અને હવે અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાનો સમાવેશ થાય છે. લોકો તેને પુરીમાં શ્રી જગન્નાથ મંદિરમાંથી ધ્વજ ઉપાડતા જોવા મળેલા ગરુડની ઘટના સાથે જોડી રહ્યા છે અને તેને 'દુર્ભાગ્ય' ની નિશાની ગણાવી રહ્યા છે.
ADVERTISEMENT
Tough times are near. Omens are here.
— Aryaman (@AryamanBharat) April 15, 2025
Jai Jagannath🕉️🧿 pic.twitter.com/NJJiuHL7wL
જગન્નાથ મંદિરનો ધ્વજ લઈને ઉડ્યું ગરુડ
ADVERTISEMENT
એપ્રિલ 2025 માં, પુરીના જગન્નાથ મંદિરમાંથી એક ગરુડ ધ્વજ સાથે ઉડતું જોવા મળ્યું, જે પછી લોકો આ વાતને અપશુકન ગણવા લાગ્યાં અને તેને અમદાવાદ વિમાન દુર્ઘટના સાથે જોડવા લાગ્યાં. એપ્રિલની આ ઘટના બાદ ઘણી અપશુકનિયાળ ઘટનાઓ બની હતી.
MAYDAY..MAYDAY અમદાવાદમાં પ્લેન ક્રેશ પહેલા પાયલટે આપ્યો હતો સિગ્નલ #ahmedabadplanecrash #ahmedabad #ahmedabadpolice #airindia #airindiaplane #planecrash #planecrashnews #planecrashed #breakingnews #vtvdigital pic.twitter.com/23mW4ZzLh0
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 12, 2025
ADVERTISEMENT
પૂજારી જગન્નાથ દીક્ષિતનું રહસ્યમય મોત
લોકો જગન્નાથ મંદિરના 83 વર્ષીય કેર ટેકર જગન્નાથ દીક્ષિતના મૃત્યુને પણ આ ઘટના સાથે જોડી રહ્યા છે, જેમને પુરીમાં તેમના ઘરની બહાર મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને મંદિરથી પાછા ફર્યા પછી તરત જ તેઓ મળી આવ્યા હતા. અધિકારીઓ સીસીટીવી રેકોર્ડિંગની તપાસ કરી રહ્યા છે જેમાં પડોશી નારાયણ પટ્ટાજોશીએ અગાઉના વિવાદ બાદ તેમના પર હુમલો કર્યો હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.