બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ભારત / VIDEO : 'કપડાં કાઢીને લગાવી છલાંગ', નદી તરીને વોટ નાખવા આવ્યાં લોકો, દિલ ખુશ થઈ જશે
Last Updated: 05:22 PM, 7 May 2024
આજે લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબકકાનું મતદાના યોજાયું હતું. લોકો પણ અનેક વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ વોટિંગ કરી રહ્યાં છે. એક ઠેકાણે તો એટલો ઉત્સાહ જોવા મળ્યો કે લોકો નદી કૂદીને પણ વોટિંગ કરવા આવ્યાં. એમપીના શ્યોપુર લોકસભા બેઠક માટે યોજાયેલા મતદાનમાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો. શ્યોપુરના અનીડા ગામના લોકો નદી તરીને વોટિંગ કરવા આવ્યાં હતા.
ADVERTISEMENT
Sheopur, MP#LokSabhaElection2024 pic.twitter.com/ubVu1icprU
— Jai Hind 🙏🇮🇳 (@Jaihind1547) May 7, 2024
અનીડા ગામના લોકોએ આપ્યું લોકશાહીનું ઉદાહરણ
ADVERTISEMENT
અનીડા ગામના લોકોનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં લોકો નદી કૂદીને મતદાન કરવા આવ્યાં હતા. લોકોને એટલા માટે નદીમાં કૂદવું પડ્યું કે દાયકાઓથી ત્યાં કોઈ પુલ નથી અને મતદાન મથક નદીને પેલે પાર હતું. આવી સ્થિતિમાં પણ તેમનો ઉત્સાહ ઓછો ન થયો અને બધાએ નદીમાં તરીને વોટિંગ કરવા જવાનો નિર્ણય કર્યો અને તે પ્રમાણે બધાએ નદીમાં તરીને સામે કાંઠે પહોંચીને વોટિંગ કર્યું.
मध्यप्रदेश में नदी पार करके वोट डालने पहुँचे मतदाता#LokSabhaElection2024 pic.twitter.com/E2AzhjAoCS
— Jai Hind 🙏🇮🇳 (@Jaihind1547) May 7, 2024
તરીને પણ ગયાં મતદાન કરવા
ક્વાર નદી ઊંડી નથી. પરંતુ કમરથી ઉંચા પાણી હોવા છતાં ગામના લોકોએ મતદાન કરવા માટે નદી પાર કરી હતી. દેખીતી રીતે જ ગ્રામજનોને નદી પાર કરવી ખૂબ જ મુશ્કેલ લાગતી હતી, પરંતુ રજાની ઉજવણી કરવાને બદલે તેમણે દેશના નાગરિક બનીને લોકશાહીને મજબૂત બનાવવાની ફરજ અદા કરી હતી, ગ્રામજનોએ જોખમ ઉઠાવી મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા હતા. અનીડા ગામ વિજયપુર શહેરથી 7-8 કિમી દૂર છે. પરંતુ આ ગામ સુધી પહોંચવા માટે વિજયપુર વિસ્તારની મુખ્ય નદીઓમાંની એક એવી કવારી નદી પાર કરવી પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.