આપણા દેશમાં વધતી જતી વસ્તીએ સામાજીક થી રાજકીય મુદ્દો છે. આ અંગે રોજે રોજ ચર્ચા થાય છે. પરંતું આફ્રિકામાં એક વ્યક્તિના વિસ્તૃત પરિવાર વિશે સાંભળીને તમને ચક્કર જ આવી જશે.
આપણા દેશમાં વધતી જતી વસ્તીએ સામાજીક થી રાજકીય મુદ્દો છે
આફ્રિકામાં એક વ્યક્તિના પરિવાર વિશે સાંભળીને તમે ચોંકી ઉઠશો
102 બાળકોને ઉછેર કરનાર આ વ્યક્તિ વ્યવસાયે ખેડૂત છે
આપણા દેશમાં વધતી જતી વસ્તીએ સામાજીક થી રાજકીય મુદ્દો છે. આ અંગે રોજે રોજ ચર્ચા થાય છે. પરંતું આફ્રિકામાં એક વ્યક્તિના વિસ્તૃત પરિવાર વિશે સાંભળીને તમને ચક્કર જ આવી જશે. આ શખ્સના પરિવારમાં 2-4 નહીં પરંતુ કુલ 12 પત્નીઓ છે અને તેમાંથી 102 બાળકોને જન્મ આપ્યા બાદ હવે તેને લાગે છે કે પરિવારને મર્યાદિત કરવાનો સમય આવી ગયો છે. 102 બાળકોને ઉછેર કરનાર આ વ્યક્તિ વ્યવસાયે ખેડૂત છે અને તેની આવક હવે પરિવારના ભરણપોષણ માટે ઓછી પડી રહી છે.
આ વ્યક્તિ ફેમિલી પ્લાનિંગ વિશે વિચારે છે
જો તમે હજુ પણ વિચારી રહ્યો હોવ તો તમને જણાવી દઈએ કે યુગાન્ડાના ખેડૂત મોસેસ હસાહયા તેમના મોટા પરિવાર માટે દુનિયાભારમાં જાણીતા છે. તેણે આટલા વર્ષો સુધી 12 પત્નિઓમાંથી 102 બાળકોનો જન્મ કર્યો અને 568 પૌત્રો છે. આટલું બધું કર્યા પછી આ વ્યક્તિ ફેમિલી પ્લાનિંગ વિશે વિચારે છે. રસપ્રદ વાત એ છે કે આટલા બાળકોને જન્મ આપ્યા બાદ હવે મુસા પત્નીઓ માટે ગર્ભનિરોધક દવાઓથી લઈને અલગ-અલગ પદ્ધતિઓ વિશે વિચારી રહ્યો છે.
ખર્ચને જોતા પરિવારોની વધતી સંખ્યાને રોકવાનો નિર્ણય કર્યો
મુસા હસાહયા યુગાન્ડાના લુસાકા શહેરમાં રહે છે, જ્યાં એકથી વધુ લગ્ન કરવા એ કાયદેસર ગુનો નથી.આ જ કારણ છે કે તે એક પછી એક લગ્ન કરતો રહ્યો અને હવે તેની 12 પત્નીઓ છે. તેની તમામ પત્નીઓ એક જ ઘરમાં રહે છે જેથી તે તેમના પર નજર રાખી શકે. તેમને કુલ 102 બાળકો છે, જેમાંથી 11 બાળકો સૌથી નાની પત્ની જુલેકાના છે. હાલ માટે મુસાએ વધતા જતા ખર્ચને જોતા પરિવારોની વધતી સંખ્યાને રોકવાનો નિર્ણય કર્યો છે. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, 67 વર્ષીય મુસા હવે નબળી આર્થિક સ્થિતિને કારણે પરિવાર નિયોજન વિશે વિચારી રહ્યો છે અને તેની પત્નીઓ ગર્ભનિરોધકનો ઉપયોગ કરી રહી છે.
ખરાબ આર્થિક સ્થિતિએ મુસાની કમર તોડી નાખી, 102 બાળકોને જન્મ આપ્યા પછી, તેને સમજાયું કે જીવનનો ખર્ચ દર વર્ષે વધી રહ્યો છે અને ખેતીના વ્યવસાયમાંથી તેની આવક ઓછી છે. મુસાના એક તૃતીયાંશ બાળકોની ઉંમર 6 થી 51 વર્ષની વચ્ચે છે. બધા બાળકો તેની સાથે ખેતીકામ કરે છે. મુસાનો મોટો પુત્ર મુસાની 11મી પત્ની કરતા 21 વર્ષ મોટો છે. મુસાની 2 પત્નીઓએ ગરીબીને કારણે તેને છોડી દીધો છે અને હવે બાકીની પત્નીઓ ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરી રહી છે. જોકે લુસાકા શહેરમાં ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ સારો માનવામાં આવતો નથી.