બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / actor shah rukh khan tells his horrifying experience in the jail when he misbehaved with a editor

ખુલાસો / જ્યારે શાહરૂખ ખાનને થઇ હતી જેલ, ખુદે જણાવ્યું ચોંકાવનારું કારણ

Published By: Krupa

Last Updated: 12:00 PM, 27 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાને જૂના દિવસોનો કિસ્સો જણાવ્યો કે કેવી રીતે એ જેલ પહોંચી ગયો અને એને કેદીઓ સાથે રહેવું પડ્યું હતું. એક વખત એક્ટરને એટલો ગુસ્સો આવી ગયો કે એને એક આખો દિવસ જેલમાં પસાર કરવો પડ્યો હતો.

 

  • શાહરૂખ ખાને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
  • શાહરૂખ ખાનને એક દિવસ રહેવું પડ્યું હતું જેલમાં 

શાહરૂખ ખાન ખરાબ વ્યવહાર અથવા ખોટી વર્તણૂંકને કારણે ચર્ચામાં આવ્યો, આવું ખૂબ ઓછુ થાય છે. જો કે એક વખત એક્ટરને એટલો ગુસ્સો આવી હયો કે એના માટે એને દિવસ જેલમાં પસાર કરવો પડ્યો. આ વાત એને તાજેતરમાં જ ઇન્ટરવ્યૂમાં કરી. 

શાહરૂખને ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછવામાં આવ્યું કે એક વખત તમે એક ફિલ્મમાં હતા અને ડાયરેક્ટ પોતાની પત્નીને એક સીન સમજાવી રહ્યો હતો જે કદાચ કંઇક ઇન્ટિમેટ હતો. મેગેઝીનમાં છપાયું કે ડાયરેક્ટરે કહ્યું કે તમે બંને એક રાત કેમ સાથે નથી પસાર કરતાં. એનાછી તમે એકબીજાને જાણશો અને પછી કાલે આપણે ફિલ્મ શૂટ કરીશું. આ તમારા અને એ શખ્સની પત્ની માટે શરમજનક હતું?

જેવી આ કૉન્ટ્રોવર્શિયલ સ્ટોરી સામે આવી, શાહરૂખ ખાને જણાવ્યું, 'હું એનાથી ડિસ્ટર્બ થઇ ગયો હતો અને હું નવો હતો. હું એ સમયે દરેક માહિતી પર રિએક્ટ કરતો હતો, સારું થયું એ સમયે સોશ્યલ મીડિયા નહતું. મને ખૂબ ગુસ્સો આવ્યો અને મે એડિટરને કૉલ કરીને પૂછ્યું કે શું તમે આ લખ્યું છે.'

ત્યારબાદ એડિટરે કહ્યું કે એને ગંભીરતાથી ના લો, આ માત્ર એક જોક હતી. જવાબમાં શાહરૂખે કહ્યું કે એમને આ મજાક લાગતી નથી. એ એડિટરના ઑફિસ પહોંચી ગયો અને ખરાબ રીતે વ્યવહાર કર્યું. એ બૂમાબૂમ કરવા લાગ્યો અને લોકોને મારવાની ધમકી આપવા લાગ્યો. એના માટે એને દિવસની જેલ પણ થઇ.

સુપરસ્ટારે જણાવ્યું, 'હું દિવસનું શૂટિંગ કરી રહ્યો હતો અને પોલીસ વાળા આવ્યા. તેઓ બેઠા અને કહ્યું કે તમને થોડાક સવાલ કરવા છે.' એક્ટરે આગળ કહ્યું કે જ્યારે એ જેલ પહોંચ્યો તો એને ત્યાં પોલીસવાળાએ કહ્યું કે એ એને જવા દે અને હવે ફરીથી તે ક્યારેય આવું નહીં કરે. જો કે શાહરૂખ સાંજ સુધી જામીન પર બહાર આવી ગયો. 
 
 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Shah Rukh Khan interview ઇન્ટરવ્યૂ જેલ શાહરૂખ ખાન Expose

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ