બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ફ્રીલાન્સિંગ જોબની લાલચમાં યુવક લાખોમાં રોયો, કિસ્સો સાંભળી પગ નીચેથી જમીન સરકી જશે
Last Updated: 02:12 PM, 1 October 2025
સાયબર ફ્રોડનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે. જેમાં અલગ અલગ રીતથી લોકોને છેતરવામાં આવી રહ્યા છે. હવે એક યુવાનને ફ્રીલાન્સિંગ નોકરીનું વચન આપીને ફ્રોડ કરવામાં આવ્યું છે. આ મામલો ઉત્તર પ્રદેશના લખનૌથી સામે આવ્યો છે. જેમાં નોકરીનું વચન આપીને યુવક પાસેથી 8,88,500 રૂપિયા પડાવવામાં આવ્યા હતા. ટેલિગ્રામ મારફતે શરૂઆતમાં નાના કમિશનની ઓફર કરીને વિશ્વાસ મેળવ્યા બાદ પ્રીપેડ ટાસ્કના નામે મોટી રકમ પડાવવામાં આવી હતી. હવે ફ્રોડ કરનારાઓ બીજા 1,00,000 રૂપિયાની માંગ કરતા પીડિતે જાનકીપુરમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
આ મામલાની વિગત એવી છે કે, 9 સપ્ટેમ્બરના રોજ જાનકીપુરમના રહેવાસી એક યુવકને તેના મોબાઇલ ફોન પર ટેલિગ્રામ ગ્રુપ તરફથી એક લિંક મળી હતી. જેમાં તેને એમેઝોનમાં પ્રોડક્ટ એડ કરવા અને સ્ક્રીનશોટ મોકલવાના બદલામાં કમિશનની ઓફર કરવામાં આવી હતી. શરૂઆતમાં યુવકને 150 રૂપિયાનું કમિશન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ ફ્રોડ કરનારાઓએ નવા ટાસ્ક ઓફર કર્યા હતા જેમાં દરેક ટાસ્ક માટે પ્રીપેમેન્ટ જમા કરવાની શરત મૂકી હતી.
ફ્રોડ કરનારાઓએ દ્વારા ટાસ્ક ફી ધીમે ધીમેં વધારવામાં આવી હતી. આ રકમ વધીને 1500, 5000, 12,000, 54,000 અને પછી 1.48 લાખ રૂપિયાએ પહોંચી ગઈ હતી. ફ્રોડ કરનારાઓએ પોતાનો ક્રેડિટ સ્કોર વધારવાના બહાને વધુ 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આમ યુવક સાથે કુલ 8,88,500 રૂપિયાનું ફ્રોડ થયુ હતું. છેતરપિંડી કરનારાઓએ વધુ પૈસાની માંગણી કરી ત્યારે યુવકને શંકા ગઈ ત્યાર બાદ તેને 1 સપ્ટેમ્બરના રોજ બેંકમાં જઈને પોતાનું ખાતું ફ્રીઝ કરાવી જાનકીપુરમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
યુવકની ફરિયાદના આધારે પોલીસે કેસ સાયબર સેલને ટ્રાન્સફર કર્યો છે. જેથી હવે સાયબર સેલ ટીમ ફ્રોડ કરનારાઓના ટેલિગ્રામ લિંક્સ અને બેંક ખાતાઓની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સાયબર ફ્રોડમાં છેતરપિંડી કરનારાઓ ઘણીવાર વિદેશી સર્વરનો ઉપયોગ કરે છે જેથી તપાસમાં વધુ સમય લાગી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પોલીસે લોકોને અપીલ કરી છે કે, ફ્રીલાન્સિંગ નોકરીઓ કે ઓનલાઈન કમાણીના લાલચમાં ફસાતા પહેલા તે ઓફરોની સત્યતા ચકાસવી. અજાણી લિંક્સ પર ક્લિક કરવાનું અને ટેલિગ્રામ, વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ક્લિક કરવાનું અને પૈસા જમા કરવાનું ટાળવું જોઈએ. લખનૌ પોલીસ અને સાયબર સેલ ફ્રોડ કરનારાઓને પકડવા અને આ યુવકના પૈસા પરત લાવવા ઝડપથી કાર્યવાહી કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.