ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:43 PM, 27 April 2026
ADVERTISEMENT
27 એપ્રિલે ભારત અને ન્યુઝીલેન્ડે સોમવારે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(FTA) પર હસ્તાક્ષર કર્યા છે. FTA ની શરતો પર ડિસેમ્બર 2025 માં વાટાઘાટો થઈ હતી અને હવે તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ એગ્રીમેન્ટ વેપાર રોકાણ અને મોબીલીટીને એડ્રેસ કરે છે. તે બિઝનેસ અને ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો બંનેને લાભ કરાવશે. જો તમે ન્યુઝીલેન્ડમાં કામ કરવા કે અભ્યાસ કરવા માંગતા હોવ તો તમારા માટે વસ્તુઓ પહેલા કરતાં વધુ સરળ બનશે.
ADVERTISEMENT
ન્યુઝીલેન્ડ એક ઉંચી આવક ધરાવતો દેશ છે જેમાં શાનદાર નોકરી અને શૈક્ષણિક મોકા પણ છે. ન્યુઝીલેન્ડમાં વિશ્વની અમુક ટોપની યુનિવર્સિટીઓ પણ છે. ડેરી, IT અને હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં નોકરીઓની માંગ પણ વધારે છે. જેમાં 3,00,000 થી વધુ ભારતીય બિન-નિવાસી અને ભારતીય મૂળના લોકો ન્યુઝીલેન્ડમાં રહે છે, જે દેશની કુલ વસ્તીના આશરે 5% હિસ્સો ધરાવે છે. તો ચાલો ભારત-ન્યુઝીલેન્ડ FTA થી વિદ્યાર્થીઓ અને કામદારોને કયા ફાયદાઓ થશે તે જાણીએ.
ADVERTISEMENT
FTA હેઠ ન્યુઝીલેન્ડ હવે ભારતીય કામદારોને "ટેમ્પરરી એમ્પ્લોયમેન્ટ એન્ટ્રી વિઝા" ઓફર કરશે. જેમાં દર વર્ષે કુલ 5,000 વર્ક વિઝા ઈશ્યુ કરવામાં આવશે, જેની માન્યતા 3 વર્ષની રહેશે. આ વિઝા ભારતીય પ્રોફેશનલને ન્યુઝીલેન્ડની મુસાફરી અને કામ કરવાની મંજૂરી આપશે. આયુષ પ્રેક્ટિશનરો, યોગ પ્રશિક્ષકો, ભારતીય રસોઇયા અને મ્યુઝીક ટીચરને પણ ન્યુઝીલેન્ડમાં રોજગાર માટે આ વિઝા મળશે. આ સાથે IT, એન્જિનિયરિંગ, હેલ્થકેર, શિક્ષણ અને બાંધકામ જેવા ક્ષેત્રોમાં કામ કરતા ભારતીય કામદારો પણ ન્યુઝીલેન્ડમાં કામ કરી શકશે.
માત્ર આ જ નહીં પરંતુ 1,000 વર્કિંગ હોલિડે વિઝા પણ ઈશ્યુ કરવામાં આવશે. જેનો હેતુ ભારતીય યુવાનોને ન્યુઝીલેન્ડમાં જવાની મંજૂરી આપવાનો છે, જેનાથી તેઓ અહીં મુસાફરી કરી શકે અને કામ કરી શકે. વર્કિંગ હોલિડે વિઝા 12 મહિના માટે વેલીડ ગણાશે. તેનાથી ભારતીય પ્રોફેશનલને ન્યુઝીલેન્ડમાં કરિયર બનાવવાની એક મોટો મોકો મળશે.
ADVERTISEMENT
પરંતુ FTAનો લાભ માત્ર ભારતીય કામદારોને જ નનહીં મળે. ન્યુઝીલેન્ડે વિદ્યાર્થીઓને પણ ભેટ પણ આપી છે. જેમાં FTA વિદ્યાર્થીઓની મોબીલીટી પર ફોકસ કરે છે. ભારતીય વિદ્યાર્થીઓ ન્યુઝીલેન્ડમાં અભ્યાસ કરતી વખતે દર અઠવાડિયે 20 કલાક સુધી પાર્ટ-ટાઇમ કામ કરી શકે છે, ભલે નિયમો બાદમાં બદલાય. આ જ રીતે જો કોઈ ભારતીય વિદ્યાર્થી સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ (STEM) સંબંધિત વિષયોમાં સ્નાતક કે માસ્ટર ડિગ્રી મેળવી રહ્યો હોય તો તે ત્રણ વર્ષનો પોસ્ટ-સ્ટડી વર્ક માટે પાત્ર રહેશે.
ADVERTISEMENT
મતલબ કે વિદ્યાર્થી ડિગ્રી મેળવ્યા બાદ 3 વર્ષ સુધી ન્યુઝીલેન્ડમાં સરળતાથી કામ કરી શકે છે. આ જ રીતે જો કોઈ પાસે ડોક્ટરેટ છે તો તેને 4 વર્ષ સુધી ન્યુઝીલેન્ડમાં કામ કરવાની પરમિશન આપવામાં આવશે. આ નિર્ણયો હવે ન્યુઝીલેન્ડમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે જીવન સરળ બનાવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT