બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / કેનેડામાં તમારી સ્ટડી પરમિટ પૂર્ણ થઇ ગઇ, તો શું હવે તમારે દેશ છોડવો પડશે?

NRI / કેનેડામાં તમારી સ્ટડી પરમિટ પૂર્ણ થઇ ગઇ, તો શું હવે તમારે દેશ છોડવો પડશે?

Priyankka Triveddi

Last Updated: 03:48 PM, 25 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Canada Study Permit Rules for Students: શું તમે પણ કેનેડામાં અભ્યાસ કરી રહ્યા છો અને તમારી સ્ટડી પરમિટ પૂરી થઈ ગઈ છે? તો જો તમને એવી બીક હોય કે તમારે દેશ છોડવો પડશે તો આ માહિતી ખાસ તમારા માટે છે.

Canada Study Permit Rules for Students: કેનેડા ઉચ્ચ શિક્ષણ માટે વિશ્વભરમાં જાણીતા દેશોમાંથી એક છે અને ભારતીય વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને ખૂબ લોકપ્રિય છે. હાલ હજારો નહીં પરંતુ લાખો ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. કેનેડામાં અભ્યાસ કરવા માટે સ્ટડી પરમિટ જરૂરી હોય છે. જે ખાસ નિયમો અને શરતોને આધારે આપવામાં આવે છે. સામાન્ય રીતે આ સ્ટડી પરમિટ કોર્ષના સમયગાળા સુધી માન્ય રહે છે અને ત્યારબાદ વધારાના 90 દિવસ માટે પણ માન્ય રહે છે. જેથી વિદ્યાર્થી પોતાનો આગળનો નિર્ણય લઈ શકે.

સ્ટડી પરમિટની મુદત

ઘણા વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ત્યારે ઊભી થાય છે જ્યારે તેઓ કોઈ વિષયમાં નિષ્ફળ જાય છે અથવા તેમના અભ્યાસનો સમયગાળો વધે છે. આવી સ્થિતિમાં કોર્ષ લાંબો થાય છે. પરંતુ સ્ટડી પરમિટની સમયમર્યાદા બદલાતી નથી. પરિણામે કેટલાક વિદ્યાર્થીઓના સ્ટડી પરમિટ કોર્ષ પૂરો થાય તે પહેલાં જ સમાપ્ત થઈ જાય છે. આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાઈ જાય છે કે તેઓ કેનેડામાં રહી શકે કે નહીં અને તેમને શું કરવું જોઈએ.

આ પણ વાંચો: US જતાં વિદ્યાર્થીઓમાં નોંધપાત્ર ઘટાડો, અમેરિકા કરતાં અન્ય દેશોની પસંદગી વધી

પરમિટ સમાપ્ત થાય ત્યારે શું કરવું?

કેનેડાની ઇમિગ્રેશન એજન્સી IRCCના નિયમો અનુસાર જો વિદ્યાર્થી સ્ટડી પરમિટ સમાપ્ત થાય તે પહેલાં નવી પરમિટ અથવા એક્સટેન્શન માટે અરજી કરે છે. તો તેઓ કાયદેસર રીતે કેનેડામાં રહી શકે છે. ભલે નવી પરમિટ હજુ સુધી મંજૂર ન થઈ હોય તેમ છતાં તેઓ દેશમાં રહી શકે છે. પરંતુ જો વિદ્યાર્થી સમયસર અરજી ન કરે તો તેમને તરત જ અભ્યાસ બંધ કરવો પડે છે. તેઓ વિઝિટર અથવા વર્ક પરમિટ માટે પણ અરજી કરી શકે છે. નહીં તો તેમને દેશ છોડવો જરૂરી બને છે. નિયમોનું પાલન ન કરવાથી દેશનિકાલ જેવી ગંભીર પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે. તેથી વિદ્યાર્થીઓએ સમયસર કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Canada Study Permit Rules for Students IRCC student visa extension Canada કેનેડા સ્ટડી પરમિટ નિયમ
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ