બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:35 AM, 3 April 2026
US Student Visa: એક સમયે યુવાઓમાં મોસ્ટ ફેવરિટ ગણાતા યુનાઇટેડ સ્ટેટ્સમાં ભણવા જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 6.9% નો ઘટાડો નોંધાયો છે. ફેબ્રુઆરી 2025માં કુલ 378787 વિદ્યાર્થીઓને વિઝા મળ્યા હતા. જ્યારે ફેબ્રુઆરી 2026માં આ સંખ્યા ઘટીને 352644 રહી છે. રાજ્યસભામાં આ માહિતી આપવામાં આવી હતી. જેમાં સ્પષ્ટ જણાવાયું કે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. આ આંકડાઓ દર્શાવે છે કે છેલ્લા એક વર્ષમાં અમેરિકામાં અભ્યાસ માટેનો ટ્રેન્ડ થોડો ઘટ્યો છે.
ADVERTISEMENT
ફોરેન મિનિસ્ટર કિર્તી વર્ધન સિંહે જણાવ્યું હતું કે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાથી લઈને યુનિવર્સિટી સુધીના વિવિધ કોર્સમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમાં પ્રાયમરી, સેકન્ડરી, વ્યવસાયલક્ષી સ્કૂલ્સ, લેંગ્વેજ ટ્રેનિંગ, ફ્લાઇટ સ્કૂલ, એસોસિએટ, બેચલર્સ, માસ્ટર્સ અને ડોક્ટરેટ જેવા કોર્સનો સમાવેશ થાય છે. આ માહિતી યુએસ હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના SEVIS (Student and Exchange Visitor Information System) ડેટા પરથી આપવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓના એડમિશન અને વિઝા સંબંધિત વિગતો ટ્રેક કરે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકાના કડક વિઝા નિયમો માનવામાં આવી રહ્યા છે. યુએસ સરકારે સ્પષ્ટ કર્યું છે કે વિઝા કોઈ અધિકાર નહીં પરંતુ વિશેષાધિકાર છે. નવી નીતિ મુજબ F, M અને J કેટેગરીના નોન-ઇમિગ્રન્ટ વિઝા અરજદારોની સઘન તપાસ કરવામાં આવે છે. 18 જૂનના જાહેરનામા અનુસાર રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમરૂપ અરજદારોને ઓળખવા માટે તમામ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયાના કારણે વિઝા મેળવવું હવે વધુ મુશ્કેલ બન્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ફોરેન મિનિસ્ટર વધુમાં જણાવ્યું કે વિઝા મળ્યા બાદ પણ વિદ્યાર્થીઓનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે. જો કોઈ વિદ્યાર્થી નિયમોનું ઉલ્લંઘન કરે છે જેમ કે ટ્રાફિક નિયમોનો ભંગ, નશામાં વાહન ચલાવવું અથવા વિઝાની શરતોનું પાલન ન કરવું, તો તેની વિઝા રદ કરી શકાય છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીને કોઈ આગોતરી જાણ કર્યા વગર ડિપોર્ટ પણ કરવામાં આવી શકે છે. આ કડક નિયમોના કારણે ઘણા વિદ્યાર્થીઓ હવે અમેરિકા જવાનું ટાળી રહ્યા છે.
આ બદલાવની સીધી અસર ભારતીય વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડીરહી છે. એક્સપર્ટ માને છે કે કડક વિઝા નિયમો અને સતત મોનિટરિંગને કારણે વિદ્યાર્થીઓ અન્ય દેશો તરફ વળી શકે છે. અમેરિકામાં અભ્યાસ માટેનો ખર્ચ પહેલાથી જ ઊંચો છે એવામાં હવે વધતી અનિશ્ચિતતા વિદ્યાર્થીઓ માટે મોટો પડકાર બની રહી છે. આવી સ્થિતિમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુરોપ જેવા વિકલ્પો વધુ આકર્ષક બની રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.