બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:06 PM, 26 March 2026
જર્મનીમાં કામદારોની ભારે અછત છે જે ઘણા ક્ષેત્રોમાં જોવા મળે છે. તેનું મુખ્ય કારણ વધતી વયની વસ્તી અને મોટા પ્રમાણમાં લોકોનું રિટાયરમેન્ટ છે. યુરોપના આ દેશમાં સૌથી વધારે વૃદ્ધ વસ્તી છે અને અહીં જન્મદર પણ ઘટી રહ્યો છે. માત્ર એટલું જ નહીં વૃદ્ધ કામદારો રિટાયર થતાં તેમના સ્થાન માટે નવા કામદારો ઉપલબ્ધ નથી. જેના કારણે લેબર માર્કેટમાં લોકોની અછત થઈ રહી છે. આવી સ્થિતિમાં જર્મની હવે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે ભારતીય કામદારો પર આધાર રાખી રહ્યું છે.
ADVERTISEMENT

યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ જર્મની કુશળ કામદારોની અછત સાથે સંઘર્ષ કરી રહ્યું છે. તેને હેલ્થકેર, એન્જિનિયરિંગ, IT અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં કામ કરવા માટે પૂરતા કામદારો નથી મળતા. હેલ્થકેર ક્ષેત્રમાં સૌથી વધુ કામદારોની જરૂરિયાત છે ખાસ કરીને નર્સ અને કેરગિવર્સની. એ જ રીતે,ઇજનેઅર્સ, ટેકનીશિયન અને IT કામદારોની પણ અહીં ઘણી ડિમાન્ડ છે. ડોક્ટર્સ અને હેલ્થકેર સંબંધિત અન્ય કામદારોની પણ માંગ છે.
ADVERTISEMENT
લેબરની કમીનો સામનો કરી રહેલું જર્મની પોતાની સમસ્યાનો ઉકેલ ભારતીય કામદારોમાં શોધી રહ્યું છે. દેશની વર્કફોર્સને દરેક વર્ષે 2.88 લાખ કામદારોની જરૂર છે જેથી અર્થવ્યવસ્થા સારી રીતે ચાલે. ભારતમાં કુશળ અને યુવા પ્રોફેશનલ્સની કમી નથી. આ કારણે ભારત તે દેશ બની ગયો છે જેના નાગરિકો માટે જર્મનીમાં જોબના સૌથી વધુ અવસર ખુલ્યા છે. ભારતીયોને લાવવા માટે વિવિધ પ્રકારની સ્કીમ્સ પણ ચલાવવામાં આવી રહી છે. એક રીતે કુશળ ભારતીયો માટે જર્મનીમાં જોબ મેળવવી સરળ બની ગઈ છે.
ADVERTISEMENT
જર્મનીએ વિઝા પ્રક્રિયા સરળ બનાવી છે અને ભારતીય નાગરિકો માટે સ્કિલ્ડ વર્કર વિઝા કોટાને 20,000 થી વધારી 90,000 કરી દીધું છે. આથી ભારતીયો માટે અહીં જોબ મેળવવી સરળ બની ગઈ છે. કસાઈ, ઠેલમારુ, બેકિંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં કામદારોની ભારે કમી છે અને ભારતીય કર્મચારીઓ આ ખામીઓને પૂરી કરી રહ્યા છે. ભારતીય અરજદાર માટે વિઝા મેળવવાનો સમય નવ મહિના થી ઘટાવીને હવે માત્ર બે અઠવાડિયા રાખવામાં આવ્યો છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ 'ફેસબુક-ઇન્સ્ટાગ્રામ બાળકો માટે ખતરનાક', યુએસ કોર્ટે Metaને 3100 કરોડનો દંડ ફટકાર્યો
ADVERTISEMENT
2024માં શરૂ થયેલું 'અપૉર્ચ્યુનિટી કાર્ડ' એક પોઈન્ટ્સ આધારિત સિસ્ટમ છે જે યોગ્ય ભારતીયોને જર્મનીમાં એક વર્ષ માટે રહેવા અને નોકરી શોધવાની મંજૂરી આપે છે. આ સમય દરમિયાન પાર્ટ-ટાઈમ કામ કરવાની છૂટ પણ મળે છે. વિઝા અરજીની પ્રક્રિયા હવે પૂરી રીતે ડિજિટલ થઈ ગઈ છે જેના કારણે ઘણી અરજદારોને એમ્બેસી જવાની જરૂર નથી રહી.
ADVERTISEMENT
ભારતમાં 25 વર્ષથી ઓછા વયના 6 કરોડ લોકો છે. જેમાંથી માત્ર 1 કરોડ લોકો દર વર્ષે વર્કફોર્સમાં જોડાય છે. તેથી અહીં પૂરતી સંખ્યામાં કામદારો છે, જે જર્મનીની જરૂરિયાત પૂરી કરી શકે છે. જો તમારે પણ જર્મનીમાં જોબ મેળવવી છે તો તમને અહીંના પોપ્યુલર જોબ પોર્ટલ પરથી અરજી કરવી પડશે. Make it in Germany અને Working in Germany જેવી વેબસાઈટ્સ દ્વારા સીધા જર્મન કંપનીમાં નોકરી માટે અરજી કરી શકાય છે. અહીં તમે અલગ-અલગ ક્ષેત્રો અનુસાર નોકરી શોધી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.