કચ્છના બે બાળકોને ઈટાલિયન પરિવારે દત્તક લીધા
By : admin 05:07 PM, 01 August 2017 | Updated : 05:07 PM, 01 August 2017
|
કચ્છના બે બાળકોને ઇટાલિયન પરિવારે દત્તક લેતાં ખુશીની લાગણી છવાઇ હતી. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં રહેતા ગોપી મિશનને વિદેશી દંપતીએ દત્તક લીધા છે. છેલ્લા બે વર્ષથી અહીં આશ્રય મેળવનાર ગોપી મિશનને ઈટાલીના માતા પિતા મળ્યા છે. સરકારની ગાઈડલાઈન મુજબ આ બાળકોને દાત્તક આપવામાં આવ્યા હતા. તેના માતા પિતાનું નામ પાઉલેટો એલિશા અને ડેનિસ જ્યુસિપ છે. આ દંપત્તિના લગ્નને 4 વર્ષ થયા છે. અને ઈટાલિના પડેનિંગ મેડુના ખાતે રહે છે. પિતા ટેક્નિકલના કર્મચારી છે. જ્યારે માતા ગૃહકાર્ય કરે છે. બાળકને દત્તક લેવા માટે તેઓએ ઓનલાઈન NGO સર્ચ કરીને બાળકની પસંદગી કરેલી, અને દત્તક માટે કોર્ટમાં અરજી કર્યા બાદ કોર્ટે હુકમ કરતા બન્ને બાળકોના પાસપોર્ટ કાઢાવવા માટે પણ અરજી કરાઈ હતી. અને આ બાળકોના પાસપોર્ટ પણ ઈશ્યુ થઈ ગયા છે. ત્યારે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે બન્ને બાળકો દત્તક આપવામાં આવ્યા હતા. 8 જૂને ગોપી અને મિશન નામના બે સગા ભાઈઓ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં આશરો મેળવવા આવ્યા હતા. ગાંધીધામ પોલીસ અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા આ બન્ને બાળકોને મહિલા કલ્યાણ કેન્દ્રમાં આશરો અપાયો હતો.
- કચ્છના બે બાળકોને ઇટાલિયન પરિવારે દત્તક લીધાં
- ગોપી કિશનને વિદેશી દંપતીએ લીધા દત્તક
- સરકારની ગાઇડ લાઇન મુજબ બાળકોને લેવાયા દત્તક
- બાળકોના પાસપોર્ટ ઇશ્યુ થઇ ગયા
- બંને બાળકો સગા ભાઇઓ છે
- મહિલા કેન્દ્રમાં બાળકો રહેતા હતા
- 8 જૂને મહિલા કેન્દ્રમાં બાળકોને આશરો અપાયો હતો
|
|
|